પુરીના ખજાનાની ચાવી ક્યાં છે? કિલ્લામાં સોનું-ચાંદી ક્યાં છે, વાર્તા રસપ્રદ છે
ભારતના મંદિરો વિશે કહેવાય છે કે, જો તેમાં છુપાયેલા ખજાનાને બહાર કાઢવામાં આવે તો દુનિયાની ગરીબી દૂર થઈ શકે છે, જે ઘણી હદ સુધી સાચી પણ છે. જેમ તમે બધા જાણો છો, દેશના મંદિરો વિશ્વના સૌથી ધનિક મંદિરોમાં છે, જેમાં દરરોજ રોકડથી લઈને સોના સુધીનો પ્રસાદ આવે છે, અને ભક્તો તેમની ભક્તિ અનુસાર મંદિરોમાં દાન કરે છે. અહીં તમને જણાવી દઈએ કે, આ સમૃદ્ધ મંદિરોમાં તિરુપતિ વેંકટેશ્વર મંદિર, શ્રી પદ્મનાભસ્વામી મંદિર, શિરડી સાંઈ બાબા મંદિર જેવા ઘણા મંદિરો સામેલ છે, પરંતુ તેમની વચ્ચે એક બીજું મંદિર પણ છે જેની આ દિવસોમાં ખૂબ જ ચર્ચા છે.
અમે વાત કરી રહ્યા છીએ જગન્નાથ મંદિર પુરીની, જેની ગણના ભારતના સૌથી ધનિક મંદિરોમાં થાય છે. પરંતુ આ જગ્યા એક ખાસ વિષય બની રહેવાનું કારણ અહીંના ખજાનાના દરવાજા છે. તેને ખોલવા માટે આદેશો અપાયા હતા, પરંતુ ચાવીના અભાવે તે આજદિન સુધી ખોલવામાં આવ્યા નથી. આવો અમે તમને અહીં ખજાનાના દરવાજાની એક નાનકડી વાર્તા જણાવીએ, તે પહેલા મંદિરનો થોડો ઇતિહાસ જાણીએ.
પુરી, ઓડિશામાં જગન્નાથ મંદિર એ હિન્દુઓ માટેનું મુખ્ય તીર્થસ્થાન છે, જે ચાર ધામ એટલે કે પુરી, બદ્રીનાથ, દ્વારકા અને રામેશ્વરમમાંનું એક છે. આ મંદિર 12મી સદીમાં ગંગ વંશના અનંત રમણ ચોડ ગંગ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેમના પછી શાસક અનંગ ભીમદેવે વર્તમાન મંદિર તૈયાર કરાવ્યું હતું. મંદિરના સંરક્ષણનું કામ ASI એટલે કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને સોંપવામાં આવ્યું છે. તાજેતરમાં ASIએ મંદિરના ભોંયરામાં સમારકામ કરવા માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લીધી હતી, ત્યારપછી મંદિરના ખજાનાને ફરીથી ખોલવાની માંગ ઉગ્ર બની હતી.
જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર છેલ્લી સદીમાં માત્ર ચાર વખત ખોલવામાં આવ્યો છે. પ્રથમ 1984માં ખોલવામાં આવ્યું હતું, બીજું 1978માં, પછી 1926માં અને ચોથું 1905માં ખોલવામાં આવ્યું હતું. આ પછી, 4 એપ્રિલ 2018ના રોજ, સરકારે રત્ન ભંડારને ટ્રાયલ માટે ફરીથી ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી ન હતી.
જગન્નાથ પુરી મંદિરના ભોંયરાની ચાવી પુરીના કલેક્ટર પાસે રહે છે. જ્યારે આ તિજોરી ખોલવા માટે ઓડિશા સરકાર પાસેથી પરવાનગી લેવી પડતી હોય છે. વર્ષ 2018માં ASIના રિપોર્ટના આધારે હાઈકોર્ટે તિજોરી ખોલવાની સૂચના આપી હતી. પરંતુ ASIની ટીમને તિજોરીની ચાવી ખોવાઈ ગઈ હોવાનું જણાવી ચાવી ન મળતાં પ્રક્રિયા પૂર્ણ થઈ શકી ન હતી. અને આ રીતે ખજાનો ખોલી શકાયો ન હતો.
જગન્નાથ મંદિરમાં, ઘરેણાઓને રત્ન ભંડારની અંદર એક ચેમ્બરમાં રાખવામાં આવે છે, જેને બે તાળાઓથી સીલ કરવામાં આવે છે. આ તાળાઓ રાજ્ય સરકારની વિશેષ પરવાનગીથી જ ખુલે છે. અને મંદિર પ્રશાસને ચાવીઓ સરકારી તિજોરીમાં જમા કરાવવાની હોય છે. તહેવારોમાં વપરાતા ઘરેણાંને પણ તાળા વડે સુરક્ષિત રાખવામાં આવે છે.
1978માં થયેલા એક સર્વે અનુસાર, રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, રત્ન ભંડારમાં 149 કિલોથી વધુ સોનાના ઘરેણા અને 258 કિલો ચાંદીના વાસણો હતા. ત્યાં 12,831 સોનાના ભારે આભૂષણો હતા, જેમાં કિંમતી પથ્થરો પણ જડેલા હતા. 22,153 ભારે ચાંદીના વાસણો અને અન્ય ઘણી વસ્તુઓ પણ હતી. જોકે તેમનો કોઈ સત્તાવાર રેકોર્ડ નહોતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp