1, 2 કે 3 પેગ.. રોજ કેટલો દારૂ પીવો સુરક્ષિત? WHOએ જણાવી લિમિટ

PC: thelancet.com

આખી દુનિયામાં દારૂ પીનારાઓની સંખ્યા અબજોમાં હોય શકે છે. યુવાઓમાં દારૂ, બીયર કે આલ્કોહોલવાળા ડ્રિંક્સ પીવાનો શોખ ઝડપથી વધી રહ્યો છે. ફેસ્ટિવ સીઝન હોય કે નવા વર્ષનું સેલિબ્રેશ, દારૂ પીવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આજના જમાનામાં દારૂ લોકોના સેલિબ્રેશનનો હિસ્સો બની ગયો છે. ઘણા લોકોને દારૂની લત લાગી જાય છે, તેઓ રોજ પીવાનું ચાલુ કરી દે છે. તેમાં આલ્કોહોલ હોય છે અને તેના કારણે તેનું વધારે સેવન કેન્સર, લીવર ફેલિયર સહિત તમામ જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે. સૌથી મોટો સવાલ એ છે કે રોજ કેટલો દારૂ પીવો સુરક્ષિત છે?

કેટલાક લોકો માને છે કે, રોજ 1-2, તો કેટલાક લોકો 3-4 પેગને પણ નોર્મલ માને છે. કેટલાક રિસર્ચમાં પણ દારૂના કેટલાક ફાયદા બતાવવામાં આવ્યા છે, પરંતુ તેના પર ખૂબ વિવાદ છે. હેલ્થ એક્સપર્ટ્સ દારૂને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક માને છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ આ વર્ષે દારૂને લઈને રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં કેટલીક ચોંકાવનારી વાતો હતી. તેમાં એમ કહેવામાં આવ્યું હતું કે કેટલી માત્રામાં દારૂ પીવો સુરક્ષિત માની શકાય છે અને તેનું સેવન શરીર પર કયા પ્રકારની અસર નાખે છે. ચાલો નવા વર્ષ અગાઉ એ વાત પર જણાવી ખૂબ જરૂરી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ બતાવી દારૂ પીવાની યોગ્ય લિમિટ

વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ મુજબ દારૂના એક ટીપાને પણ સુરક્ષિત નહીં માની શકાય. દારૂ કે અન્ય આલ્કોહોલવાળા ડ્રિંક્સ ઓછમાં ઓછી માત્રા પણ સ્વાસ્થ્ય માટે ખતરનાક હોય છે. લોકોએ જરાય દારૂ ન પીવો જોઈએ. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઘણા વર્ષોના આકલન બાદ આ તારણ કાઢ્યું છે. દારૂનું પહેલું ટીપું પીવાથી જ કેન્સર, લીવર ફેલિયર સહિત તમામ ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. દારૂ કે બીયરના 1 પેગને પણ સુરક્ષિત માનવો લોકોનો વહેમ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે, અત્યાર સુધી કોઈ પણ સ્ટડીમાં એ સાબિત થઈ શક્યું નથી કે દારૂ સ્વાસ્થ્ય માટે કેટલો લાભદાયી છે. એવા રિસર્ચ વિવાદોથી ઘેરાયેલા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ, દારૂમાં આલ્કોહોલ મિક્સ કરવામાં આવે છે જે એક ઝેરી પદાર્થ હોય છે. તે શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે. વર્ષો અગાઉ ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરે આલ્કોહોલને ગ્રૃપ-1 કાર્સિનોજેનમાં સામેલ કર્યો હતો. કાર્સિનોજેનને કેન્સર ઉત્પન કરનારા ગ્રૃુપમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ખતરનાક ગ્રૃુપમાં એસ્બેસ્ટર્ન, રેડીએશન અને તંબાકુને પણ સામેલ કરવામાં આવ્યા છે. માત્ર દારૂ જ નહીં, પરંતુ તંબાકુ અને રેડીએશનથી ઘણા પ્રકારના કેન્સરનું જોખમ વધી જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે તે દારૂના તથાકઠિત સ્તર બાબતે વાત નહીં કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp