શું નિપાહ વાયરસ કોરોનાની જેમ સંક્રમણ ફેલાવશે? જાણો નિષ્ણાતોનો ઓપિનિયન

PC: dnaindia.com

કેરળમાં નિપાહ વાયરસના સંક્રમણને લઈને રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. રાજ્યમાં નિપાહ વાયરસના 5 કેસ નોંધાયા છે. સંક્રમણના વધતા ડરને ધ્યાનમાં રાખીને કન્ટેઈનમેન્ટ ઝોનની સાથે સાથે શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. આ સમગ્ર મામલાને લઈને ICMRના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે સમગ્ર પરિસ્થિતિ દેશ સમક્ષ મુકી છે.

ડો. રાજીવ.બહલે જણાવ્યું કે આ એક જૂનોટિક પ્રકારનો રોગ છે. તે ચામાચીડિયા દ્વારા ફેલાય છે. તે સૌપ્રથમ મલેશિયામાં મનુષ્યોમાં જોવા મળ્યું હતો. આનું સંક્રમણ ડુક્કરથી માણસોમાં ફેલાય છે. આ પછી ભારત અને બાંગ્લાદેશમાં તેના મામલા સામે આવ્યા. ICMRએ નિપાહ વાયરસના ચેપમાં મૃત્યુ દર અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ડો. બહલે કહ્યું કે નિપાહ સંક્રમણમાં મૃત્ય દર કોરોના સંક્રમણ કરતા અનેક ગણો વધારે હોય છે. તેમણે કહ્યુ કે કોરાનોને કારણે 2થી 3 ટકા લોકોના મોત થતા હતા તેની સામે નિપાહ વાયરસમાં મૃત્યુદર 40 ટકાથી લઇને 70 ટકા સુધી છે.

નિપાહ વાયરસના જોખમ પરના એક સવાલ પર ડો.રાજીવ બહલે કહ્યુ કે પહેલી વાત એ છે કે વાયરસ જો મનુષ્યને સંક્રિમિત કરે છે તો તે ગંભીર બબાત છે. જો કે નિપાહ વાયરસ કોરાનાની જેમ ઝડપથી સંક્રમિત કરતો નથી. અત્યાર સુધીમાં નિપાહ વાયરસના માત્ર 100 જ કેસો સામે આવ્યા છે. તેમણે કહ્યું કે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં નિપાહ વાયરસનું સંક્રમણ ઘણું ઓછું છે.

ડો. બહલે સાવચેતી રાખવાના પગલા પણ સૂચવ્યા છે. તેમણે કહ્યુ કે નિપાહ વાયરસથી બચવાના 4થી 5 ઉપાયો છે, એમાંથી કેટલાંક બિલકુલ એવા છે જે કોરોના વખતે લેવામાં આવતા હતા. વારંવાર હાથ ધોવા, માસ્ક લગાવવું વગેરે સામેલ છે. તેમણે કહ્યું કે સૌથી મહત્વની બાબત દર્દી સાથે માનવીય સંપર્ક છે. આમાં, પ્રથમ દર્દીને તે ક્યાંકથી મળે છે. આવી સ્થિતિમાં અન્ય લોકો તે દર્દીના સંપર્કમાં હોય છે. ડો. બહલે કહ્યું કે ત્રીજી સૌથી મહત્વની બાબત એ છે કે શરીરના પ્રવાહી, લોહીના સંપર્કમાં ન આવવું કે દૂર રહેવું.

કેરળમાં જે નિપાહ વાયરસ જોવા મળી રહ્યો છે તેનો પ્રકાર જીનોટાઇપ છે હોવાની આશંકા છે. નિપાહના 3 જીનોટાઇપ હોય છે. મલેશિયામાં M જીનો ટાઉપ, બાંગ્લાદેશ B અને ભારતમાં I જીનોટાઇપ હોય છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચના ટોચના વાયરોલોજી નિષ્ણાતોના કહેવા મુજબ, ભારતમાં બે પ્રકારના જીનો ટાઇપ સામાન્ય રીતે જોવા મળે છે, જેમાંથી એક બાંગ્લાદેશનો B અને ભારતનો I હો છે. એ સિવાયનો એ છે જે કેરળમાં ચામાચીડિયા અને મનુષ્યોમાં જોવા મળ્યો છે.

નિપાહ વાયરસથી સંક્રમિત લોકોની સારવાર માટે જરૂરી 'મોનોક્લોનલ એન્ટિબોડી' રાજ્યમાં પહોંચી ગઈ છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે, દિવસ દરમિયાન આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય વચ્ચે બેઠક યોજાઈ હતી. હવે ‘મોનોક્લોનલ એન્ટિબોડીઝ’ આવી ગઇ છે. નિપાહ વાયરસના સંક્રમણ માટે આ એકમાત્ર ઉપલબ્ધ 'એન્ટિવાયરલ' સારવાર છે. આ અંગે કેન્દ્રીય નિષ્ણાત સમિતિ સાથે ચર્ચા કરવામાં આવી છે.

સરકારે કહ્યું કે જંગલ વિસ્તારમાં રહેતા લોકોએ સૌથી વધારે સાવધાની રાખવી પડશે. તેનું કારણ એવું છે કે નિપાહ વાયરસનો સૌથી નવો કેસ એક વનક્ષેત્રથી 5 કિ.મી. ની અંદર સામે આવ્યો છે. કોઝિકોડ જિલ્લાના વોર્ડ નં.11ને કન્ટેન્ટેમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે.

સરકારે કહ્યું કે હાલનો વાયરસ માણસથી માણસમાં ફેલાઇ છે. તેનો મૃત્ય દુર વધારે છે, પરંતુ સંક્રમણ દર ઓછો છે. સરકારે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને ICMRનો અભ્યાસ બતાવે છે કે માત્ર કોઝિકોડ નહીં,પરંતુ આખા કેરળ રાજ્યમાં નિપાહ વાયરસના સંક્રમણનું જોખમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp