20 વર્ષના લગ્ન, પતિ પાસે મળી રહ્યો છે ભરપૂર પ્રેમ, છતા મહિલાને છે અફેર કરવાની લત
લગ્ન બાદ સંબંધો ભરોસા પર ટકેલા હોય છે, પરંતુ એક મહિલાએ પોતાની એવી કહાની શેર કરી છે, જેણે લોકોને હેરાનીમાં નાખી દીધા છે. તેનું કહેવું છે કે, તેમના લગ્નના 20 વર્ષ થઈ ગયા છે. તે પોતાના પતિને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ પોતાને અન્ય પુરુષો સાથે અફેર કરતા રોકી શકતી નથી. તેણે કહ્યું કે, તે ઘરમાં પત્ની અને માતાની જવાબદારી નિભાવતા થાકી ગઈ છે. તેને પોતાના લવર્સ સાથે મળીને સારું લાગે છે. 20 વર્ષના લગ્નમાં તે 14 વર્ષથી પતિ સાથે છળ કરી રહી છે. આ દરમિયાન તેના 8 અફેર રહ્યા.
તેનું કહેવું છે કે તે જાણે છે કે આ બધુ ખોટું છે, પરંતુ ખુશ પણ છે કે પતિએ આજ સુધી તેને પકડી નથી. મિરર યુકેના રિપોર્ટ મુજબ, મહિલાએ પોતાની ઓળખ છુપાવીને મેલ ઓનલાઇન પર ચિઠ્ઠી લખી છે. તેણે કહ્યું કે, તે પોતે પારકા પુરુષો સાથે યૌન સંબંધ પણ બનાવે છે. તે દર વખત પોતાને કહે છે કે, હવે એવું નહીં કરે, પરંતુ ફરીથી પોતાને રોકી શકતી નથી. તેણે પોતાની ઉંમર 44 વર્ષ બતાવી છે. તેણે કહ્યું કે, જો તેની ટીનેજર પુત્રી અને પતિને આ બાબતે ખબર પડી ગઈ તો તેમનું દિલ તૂટી જશે, છતા તે પોતાને રોકી શકતી નથી.
મહિલાએ કહ્યું કે, પહેલી વખત તેનું અફેર પોતાનાથી ઓછી ઉંમરના છોકરા સાથે થયો. તે તેની પોતાની ઓફિસ પાસે એક જિમમાં મળ્યો, ત્યારબાદ તે રોકાઈ નહીં. જે લોકો સાથે અફેર રહ્યું, તેઓ રિલેશનશિપ આગળ વધારવા માગતા નહોતા કેમ કે મહિલા પરિણીત છે. તેણે જણાવ્યું કે, એક વખત પતિની નજર ફોન પર પડી ગઈ હતી. લાગ્યું કે પકડાઈ જઈશ. આ મેસેજ જિમવાળાએ મોકલ્યા હતા, પરંતુ પતિએ કોઈ પણ અશ્લીલ મેસેજ ન જોયા, તેણે એટલું પૂછ્યું કે જિમ ક્યારે ચાલુ થયું. ત્યારબાદ મહિલા ચિઠ્ઠીમાં આગળ જણાવ્યું કે, હાલમાં તેનું પોતાના સહકર્મી સાથે અફેર છે, જે ઘર પાસે જ રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp