તમે બે દુનિયામાં જીવન જીવો છો.

PC: newindianexpress.com

(Utkarsh Patel) જીવન વિશે કંઈક વિચાર માંગતા વિષય પર વાત કરીએ. વૈજ્ઞાનિક ભાષામાં આપણે બે દુનિયામાં જીવન જીવીએ એમ કહેવાતું. એક વાસ્તવિક દુનિયા અને બીજી કાલ્પનિક દુનિયા. બરાબરને?

આજે આ સમીકરણ બદલાયું છે. હવે આપણે બે અલગ દુનિયામાં એક સાથે એક જ સમયે જીવીએ છીએ. એક છે વાસ્તવિક દુનિયા અને બીજી છે મોબાઈલના સ્ક્રીનમાં રહેલી ડિજિટલ દુનિયા!

આપણે સૌ બે દુનિયામાં વહેંચાઈ ગયા છીએ.

અત્યારે તમે જ્યાં બેઠા છો અને આ વાંચી રહ્યા છો ત્યારે તમારી આસપાસ કંઈક બીજું પણ તમે હાજરી આપી રહ્યા છો! સાચી વાત છે ને? એક સમયે તમે બે જગ્યાએ હાજર છો.

આ બે દુનિયાના લાભ છે પણ એના ગેરલાભ પણ ઘણાં છે. સારું તો સારું જ છે પણ જે નથી સારું એની વાત કરીએ તો જીવન વધુ સારું બનાવી શકાય. હકારાત્મક જીવન માટે નકારાત્મક વાતની ચર્ચા તો કરવી જ પડશે ને, નકારાત્મક થયા વીના!!

વાસ્તવિક જીવનમાં આપણે જે કરી શકીએ એમાંનું મોટાભાગનું તમારા મોબાઈલમાં પણ ઉપલબ્ધ છે અને જે મોબાઈલમાં ઉપલબ્ધ નથી એની ચર્ચા કરવી પણ નથી.

હવે અત્યારે તમારી આસપાસ જોવો...

કોઇ મિત્ર કે સ્વજન છે?

કોઇ વેપારની વ્યક્તિ આજુબાજુ છે?

છે ને કોઈક તો??? અને તમે શું કરો છો...

આજુ બાજુની વ્યક્તિ અને મોબાઈલ બન્નેવમાં વહેચાયેલા છો ને?? એટલે તમે ક્યાંયના નથી!!

હા એક સમયે તમે બે બાજુ ન્યાય ન જ આપી શકો. તમારી પાસે બેઠેલો વ્યક્તિ તમારાથી દૂર છે અને અત્યારે હું તમારી નજીક છું!!

તમે મોબાઈલમાં જે જોવો અનુભવો છો એ વાસ્તવિકતા નથી એ એક આભાસ અને વિચારોનું આદાનપ્રદાન માત્ર છે જ્યારે સામે બેઠેલ વ્યક્તિ વાસ્તવિકતા છે. પ્રથમ ન્યાય આપો વાસ્તવિકતાને એટલેકે તમારી સામે કે આસપાસના વ્યક્તિને અને પછી હળવાશમાં ન્યાય આપો તમારા મોબાઈલના સ્ક્રીનને.

તમે મોબાઈલમાં કોઈક મિત્ર / સબંધ સાથે ચેટ કરો છો અને સામે જે મિત્ર / સબંધ હાજર છે એ રહી જાય. એવુ જ થાય ને??

આવું ના કરશો.

થોડું સમજો... જે હું સ્પષ્ટ નથી કહી રહ્યો એ સમજવાવાળા સૌ સમજજો.

જીવનને બને એટલું સરળ બનાવો.

મોબાઈલની દુનિયા તમારી વાસ્તવિક દુનિયા કરતા વધુ અગત્યની ના બની જાય એ સાચવજો.

અગત્યનું:

મોબાઈલની દુનિયામાં અને મોબાઈલના સંબંધોમાં છેતરાશો નહીં. જે સામે અને પાસે છે એ જ તમારી વાસ્તવિકતા છે.

તમારી આ બે દુનિયાનો તાલમેલ કેળવજો.

સારું જીવજો.

(સુદામા)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp