ભાષણ ન આપવા દીધું તો BJPના વરિષ્ઠ નેતા મંચ પર જ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા

PC: youtube.com

હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતા મંચ પર જ રડી પડ્યા હતા. રસપ્રદ વાત એ રહી કે આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પણ હાજરપ રહ્યાં હતા, પરંતુ BJP ના નેતા પોતાના આંસુઓ પર કાબુ રાખી શક્યા ન હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને બોલવાનો મોકો મળ્યો ન હતો અને તે નાના બાળકની જેમ નારાજ થઇને રડી પડ્યા હતા.

એક અહેવાલ અનુસાર, આ મામલો BJP ની વિજય સંકલ્પ રેલીનો છે જેમાં મુખ્યમંત્રી એમએલ ખટ્ટર સંબોધન કરવા પહોંચ્યા હતા. રવિવારે યોજાયેલી આ રેલીમાં પૂર્વ ધારાસભ્ય રામ રતનને પણ પ્રથમ પંક્તિમાં સ્થાન મળ્યું હતું પરંતુ બોલવાનો મોકો ન મળતાં તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

હાલત એ હતી કે તેઓ BJP ના ખેસથી જ પોતાના આંસુ લૂંછવા લાગ્યા હતા. તે છતાં BJPના એક પણ નેતાએ તેમના સામે ધ્યાન આપ્યું ન હતું. વાયરલ થયેલા વીડિયોમાં તેમની બાજુમાં બેસેલા લોકો હસતા નજર આવ્યાં હતા પરંતુ કોઇએ એ પૂછવાની તસ્દી પણ લીધી ન હતી કે તે કેમ રડી રહ્યાં છે.

મીડિયા રિપોર્ટસ પ્રમાણે કહેવામાં આવે છે કે રામ રતન ગત વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp