હરભજનને BJPએ આ બેઠક માટે કરી ટિકિટની ઓફર, ભજ્જીએ આપ્યો જવાબ

PC: gulte.com

લોકસભા ચૂંટણી માટે BJP સ્ટારડમ ધરાવતા ઉમેદવારોની શોધ શરૂ કરી છે. એક ચર્ચા એવી છે કે પંજાબ BJPના નેતાઓએ ક્રિકેટર હરભજનસિંહને અમૃતસર બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઓફર આપી છે. આ વાતને સમર્થન એ વાતે પણ મળે છે કે BJP પાસે આ બેઠક પર બીજો કોઇ ચહેરો મળે તેવી સંભાવના દેખાઇ નથી રહી. એવામાં જો હરભજનસિંહ અહીંથી ચૂંટણી લડે તો પંજાબમાં પાર્ટીને એક લોકપ્રિય ચહેરો મળી રહેશે.

હરભજનસિંહે પણ સ્વીકાર કર્યો છે કે BJPએ હાલમાં જ તેમને અમૃતસરથી ચૂંટણી લડવા માટે સંપર્ક કર્યો હતો , પરંતુ હરભજને હજી નક્કી નથી કર્યું. તેમણે કહ્યું કે, હું હજી સુધી BJPના ટોચના નેતાઓને મળ્યો નથી.

હરભજનસિંહે કહ્યું કે, મને ખબર છે કે રાજનીતિમાં સામેલ થવાનો આ સમય છે કે નહી. જો હું ચૂંટણી લડવાનો વિચાર પણ કરૂં તો હવે તૈયારીઓ માટે ઘણો ઓછો સમય બચ્યો છે.

યુવાઓ વચ્ચે લોકપ્રિય હોવાને લીધે આ બેઠક પર હરભજનસિંહ BJPને મોટી લીડ અપાવી શકવામાં સક્ષમ છે. BJPના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, અત્યારે અમારી પાસે કોઇ સ્થાનિક ચહેરો નથી, જે અમૃતસરથી લડી શકે. પંજાબ સરકારના મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ કોંગ્રેસમાં જતા પહેલા ત્રણ વખત આ બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે.

2014માં કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ આ બેઠક પરથી નસીબ અજમાવ્યું હતું, પરંતુ તેઓ કેપ્ટન અમરિન્દરસિંહ સામે હારી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp