માયાવતીએ PM પદ માટે જાણો કોને સૌથી શ્રેષ્ઠ દાવેદાર ગણાવ્યા

PC: dnaindia.com

લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ 23 મેના રોજ આવવાનું છે, ત્યારે આ પહેલા જ કેટલાય નેતાઓ પ્રધાનમંત્રી પદ માટે પોતાની દાવેદારી રજૂ કરી ચૂક્યા છે, જો NDAને બહુમત ન મળે તો પ્રધાનમંત્રી કોણ? તેને લઇને હંમેશાં ચર્ચા થતી રહી છે, ત્યારે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ દાવો કર્યો છે કે, તેઓ પોતે પ્રધાનમંત્રી પદ માટે સૌથી ફીટ ઉમેદવાર છે. તેમણે ગુરુવારના રોજ PM મોદી પર હુમલો કરતા તેમને અનફીટ જાહેર કર્યા હતા. આ પહેલા નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, માયાવતી PM બનવા લાયક નથી.

માયાવતીએ પોતાના એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, જ્યાં સુધી વિકાસની વાત છે બહુજન અને સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશનો ચહેરો બદલી દીધો છે. લખનૌમાં પણ સૌંદર્યીકરણ થયું છે. આના આધારે કહી શકાય કે, લોકોના કલ્યાણ અને દેશના વિકાસને જોતા BSPના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રધાનમંત્રી બનવા ફીટ છે, જ્યારે નરેન્દ્ર મોદી અનફીટ છે.

પોતાના જ વખાણ કરતા માયાવતીએ કહ્યું હતું કે, 4 વાર મુખ્યમંત્રી રહેતા તેમની છબી સારી છે. સાથે જ કાયદો વ્યવસ્થાને બનાવતા લોકોના હિતમાં મેં કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp