PM મોદીના 'મૈં હું ચોકીદાર' કેમ્પેઇનની 'નીરવ મોદી' અને કોંગ્રેસને મજા પડી

PC: khabarchhe.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારથી મૈં હુ ચોકીદાર કેમ્પઇન શરૂ કર્યું. સોશિયલ મીડિયા પર શરુ કરાયેલા આ અભિયાનમાં પક્ષ પ્રમુખ અમિત શાહથી લઇને મોટા નેતાઓ પણ જોડાઇ ગયા અને ચોકીદાર બની ગયા. પરંતુ સોશિયલ મીડિયા બેધારી તલવાર છે. તમને જેટલી પ્રસિદ્ધિ અપાવે તેટલી બદનામી પણ કરાવી શકે છે. આ કેમ્પેઇનમાં પણ કંઇક આવું જ થયું. PM મોદીને તેનો જેટલો ફાયદો થઇ રહ્યો છે તેની સામે નુકસાન પણ શરૂ થયું છે.

આ કેમ્પેઇનમાં જે જોડાય તેને PM મોદીની સહી સાથેનું એક સર્ટિફિકેટ મોકલાય છે. તેમાં એવું લખાય છે કે કેમ્પેઇનમાં જોડાનાર વ્યક્તિ દેશના ચોકીદાર છે. હવે જો નીરવ મોદી આ કેમ્પેઇન સાથે જોડાય અને તેને PMનું સર્ટિફિકેટ મળે તો કેવું લાગે. ટ્વિટર પર નીરવ મોદીના કોઇ ફેક એકાઉન્ટથી આ કેમ્પેઇનમાં કોઇ જોડાઇ ગયું. તેને PM મોદીના નામનું સર્ટિફિકેટ પણ મળી ગયું .અને એકાઉન્ટ ધારકે એવું પણ લખી દીધું કે-સર લોફ માફ કરવા દો સારા. આવું કેટલાક બીજા લોકો પણ કરી રહ્યા છે.

Modi, twitter,

તેની સાથે કોંગ્રેસને પણ મજા પડી રહી છે. કોંગ્રેસે ભાજપના આઇટી સેલની ઝાટકણી કાઢતા કહ્યું છે કે ભાજપના આઇટી સેલના લોકો ફેઇલ થયા છે. ઓટોજનરેટેજ રિપ્લાયને કારણે કોઇપણ લોકોને ચોકીદાર બનાવાઇ રહ્યા છે. કોંગ્રેસે આવી ટ્વિટના ફોટા લઇને મજા લીધી છે. આપણી બેંકોના કરોડો લઇને ઇંગ્લેન્ડમાં બેઠેલા નીરવ મોદીને પણ આવી ટ્વિટની મજા પડી હશે. જ્યારે બીજી બાજુ ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ પહેલાથી જ ચોકીદારીની વિરુદ્ધ છે. એટલે પોતે આવા ગતકડાં કરાવે છે. જે કંઇ પણ હોય પરંતુ એક વાત નક્કી છે કે દેશમાં સાચી લોકશાહી નથી તેવું કેટલાક લોકો કહે છે પરંતુ સોશિયલ મીડિયા પર કોઇનું નિયંત્રણ નથી. તમે વડાપ્રધાનની પણ મજાક કરી શકો છો.

BJP, Twitter

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp