લોકસભાની ચૂંટણીમાં રાજકીય ઉમેદવારો, પાર્ટી ચૂંટણી પંચ 1.20 લાખ કરોડ ખર્ચી નાંખશે

PC: PIB

લોકસભા 2024ની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ, ઉમેદવારો અને ચૂંટણી પંચ બધાનો મળીને 1. 20 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ આંકડો સેન્ટર ફોર મીડિયા સ્ટડીના એક રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2019ની લોકસભાન ચૂંટણીમાં 60,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, પરંતુ આ વખતે આ આંકડો બમણો થવાની શકયતા છે.

પહેલી લોકસભાની 1951માં થયેલી ચૂંટણીમાં ચૂંટણી પંચે 10.45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. એ પછી 2004માં 1016 કરોડ, 2009માં 1115 કરોડ, 2014માં 3870 કરોડ અને વર્ષ 2019માં 5,000 કરોડનો ખર્ચ માત્ર ચૂંટણી પંચે કરેલો

2014માં બધી રાજકીય પાર્ટીઓ ભેગા મળીને 6405 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કર્યું હતું, તેમાંથી 2591 કરોડ રૂપિયા ખર્ચેલા.2019માં એકલા ભાજપે 1142 કરોડ રૂપિયા ખર્ચેલા અને કોંગર્સે 626 કરોડ રૂપિયાનો ખર્ચ કરેલો. ચૂંટણી પંચે એક ઉમેદવાર વધારેમાં વધારે 95 લાખ રૂપિયા ખર્ચી શકે તેવી મર્યાદા રાખેલી છે, પરંતુ પાર્ટીઓ માટે કોઇ મર્યાદા નથી.

લોકસભા 2024ની ચૂંટણીમાં 1.20 લાખ કરોડનો ખર્ચમાં તોએ દેશની 80 કરોડ ગરીબ જનતાને 8 મહિના સુધી મફતમા રાશન આપી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp