ભાજપમાં રહીને બફાટ કરવું ભારે પડશે, દિગ્ગજોની પણ કપાઇ ટિકિટ

PC: newsclick.in

આગામી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) 400 સીટોના લક્ષ્ય સાથે ચૂંટણી પ્રચાર કરી રહી છે. ભાજપ લોકસભાની ચૂંટણી માટે પાંચમી લિસ્ટ જાહેર કરી ચૂકી છે, અત્યાર સુધી 302 ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે. ભાજપે ટિકિટ સિલેક્શનને લઈને ખાસ પેટર્ન રાખી છે, વિવાદિત બોલવાળા નેતાઓને ટિકિટ આપવામાં નહીં આવે. રમેશ બિધુડી, પ્રજ્ઞા ઠાકુર બાદ કર્ણાટકમાં 6 વખતના સાંસદ રહી ચૂકેલા અનંતકુમાર હેગડેની પણ ટિકિટ કપાઈ છે. તેમણે હાલમાં જ નિવેદન આપ્યું હેટ કે, 400 લોકસભા જીતવાનું લક્ષ્ય સંવિધાન બદલવાનું છે, જેને લઈને વિપક્ષે તીખો પ્રહાર કર્યો હતો.

કર્ણાટકથી 6 વખત સાંસદ અનંતકુમાર હેગડેને ચૂંટણીમાં ટિકિટ ન આપીને ભાજપે સંદેશ આપ્યો છે કે જે નેતા સમજ્યા-વિચાર્યા વિના ટિપ્પણીઓથી નેતૃત્વને શરમમાં મુકશે, એ આગામી અવસરો ગુમાવશે. અનંતકુમારની જગ્યા 6 વખતના ધારાસભ્ય વિશ્વેશ્વર હેગડે કાગેરીએ લઈ લીધી છે, જે કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ અને રાજ્ય મંત્રીના રૂપમાં કામ કરી ચૂક્યા છે. કર્ણાટકથી ભાજપ સાંસદ અનંતકુમાર હેગડે છેલ્લા 28 વર્ષોમાં 6 વખત કન્નડ લોકસભા સીટ જીત હાંસલ કરી હતી, જેમાં સતત 4 વખત જીત હાંસલ કરી.

જ્યાં સુધી વિવાદાસ્પદ ભાષણોનો સવાલ છે, વારંવાર આખાબોલા હેગડેએ આ મહિનાની શરૂઆતમાં એક રાજનીતિક તુફાન ત્યારે ઊભું કરી દીધું હતું, જ્યારે તેમણે દાવો કર્યો હતો કે, ભાજપનું 400 લોકસભા સીટો જીતવાનું લક્ષ્ય, સંવિધાન બદલવાનું છે. કોંગ્રેસ પર હિન્દુઓ પર અત્યાચારના આરોપ અને સંવિધાન બદલવાની વકીલાત કરતા તેમણે એક સભામાં કહ્યું હતું કે, સંવિધાનને ફરીથી લખવાની જરૂરિયાત છે. જો સંવિધાનમાં સંશોધન કરવું હોય. કોંગ્રેસે અનાવશ્યક વસ્તુઓને બળજબરીપૂર્વક ભરીને સંવિધાનને મૂળ રૂપે વિકૃત કરી દીધું છે, ખાસ કરીને એવા કાયદા લાવીને જેનું ઉદ્દેશ્ય હિન્દુ સમાજને દબાવવાનું હતું, જો આ બધુ બદલવાનું હોય તો આ બહુમત સાથે સંભવ નથી.

તેમણે આગળ કહ્યું કે, જો આપણે વિચારીએ છીએ કે એ કરી શકાય છે કેમ કે લોકસભામાં કોંગ્રેસ નથી અને વડાપ્રધાન મોદી પાસે લોકસભામાં બે તૃતીયાંશ બહુમત છે તો એ સંભવ નથી. પાર્ટીને રાજ્યસભા અને રાજ્યોમાં પણ બે તૃતીયાંશ બહુમતની જરૂરિયાત છે. હેગડેના બોલ વિપક્ષે હોબાળો મચાવ્યાં બાદ ભાજપે નિવેદનથી કિનારો કરી દીધો છે. ભાજપે પોતાને અલગ કરતા કહ્યું કે, હેગડેની ટિપ્પણીઓ તેમના અંગત વિચાર છે. આ વખત ભાજપના ઉમેદવારોના સિલેક્શનથી એક સ્પષ્ટ પેટર્ન ખબર પડે છે નફરત ફેલાવનારા ભાષણ અને વિવાદાસ્પદ ટિપ્પણીઓ માટે નેતાઓને સખત મનાઈ છે. હેગડે અગાઉ પ્રજ્ઞા સિંહ ઠાકુર અને દિલ્હીના સાંસદ રમેશ બિધુડી અને પ્રવેશ સાહિબ સિંહ વર્માની પણ ટિકિટ કપાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp