સુનીતા કેજરીવાલના રોડ શો દરમિયાન AAP ઉમેદવાર મહાબલ મિશ્રા રડવા લાગ્યા

PC: aajtak.in

આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે દિલ્હીના તિલક નગરમાં રોડ શો કર્યો હતો. આ રોડ શો દરમિયાન પશ્ચિમ દિલ્હીથી આમ આદમી પાર્ટીના લોકસભા ઉમેદવાર મહાબલ મિશ્રા પણ જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે, આ રોડ શો દરમિયાન મહાબલ મિશ્રા ભાવુક થતા જોવા મળ્યા હતા. અહીં તમને જણાવી દઈએ કે દિલ્હીમાં ગઠબંધન સમજૂતી હેઠળ આ સીટ કોંગ્રેસના ખાતામાં ગઈ છે. રોડ શો દરમિયાન સુનિતા કેજરીવાલ કારની છતની બારીમાંથી લોકોનું અભિવાદન કરી રહી હતી અને મહાબલ મિશ્રા કારની છત પર તેમની પાછળ પલાંઠી મારીને બેઠા હતા.

મહાબલ મિશ્રા ભાવુક થઇ ગયા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, રોડ શો દરમિયાન મહાબલ મિશ્રા ભાવુક થઈ ને રડવા લાગ્યા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહાબલ મિશ્રા આંખો લૂછી રહ્યા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સમજૂતી થઈ છે. આ કરાર હેઠળ આમ આદમી પાર્ટી 4 અને કોંગ્રેસ ત્રણ સીટો પર ચૂંટણી લડી રહી છે. સુનીતા કેજરીવાલ તિલક નગર વિસ્તારમાં લોકોને હાથ જોડીને અભિવાદન કરતી જોવા મળી હતી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે, મહાબલ મિશ્રા કારની છત પર પાછળ બેઠા છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે સુનીતા કેજરીવાલે રોડ શો દરમિયાન મહાબલ મિશ્રાનો પરિચય કરાવ્યો ત્યારે AAP ઉમેદવાર મહાબલ મિશ્રા ભાવુક થઈને રડવા લાગ્યા હતા. સુનીતા કેજરીવાલે મહાબલ મિશ્રા વિશે કહ્યું છે કે, મહાબલ મિશ્રા પહેલા પણ અહીંથી સાંસદ રહી ચુક્યા છે અને તેઓ તમારા સુખ-દુઃખમાં તમને ઉપયોગી થશે. તમે બધા તેને મત આપો.

આ રોડ શો દરમિયાન સુનીતા કેજરીવાલે કહ્યું કે, તપાસ એજન્સીઓ હજુ પણ તપાસ કરી રહી છે અને જો CM અરવિંદ કેજરીવાલ હજુ સુધી દોષિત સાબિત થયા નથી તો શું તેમને દસ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવશે.

તિલક નગરના AAP ધારાસભ્ય જરનૈલ સિંહે સુનીતા કેજરીવાલના રોડ શોમાં કહ્યું, 'આ દેશ તાનાશાહીથી કંટાળી ગયો છે. આખો દેશ જેલ અને તાનાશાહીનો જવાબ મતદાન દ્વારા આપશે. સુનીતા કેજરીવાલે અહીં CM કેજરીવાલ માટે જનતા પાસેથી આશીર્વાદ લીધા અને ગઠબંધનના ઉમેદવારની તરફેણમાં મત માંગ્યા. રોડ શોમાં પશ્ચિમ દિલ્હીના દરેક ખૂણેથી લોકો એકઠા થયા હતા. BJPએ ભારતને 50 વર્ષ પાછળ ધકેલી દીધું છે. 1 ડૉલરની કિંમત 100 રૂપિયાની આસપાસ પહોંચી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp