મતદાન કરોઃ અહીં વોટિંગ કર્યા પછી હીરાની વીંટી મળશે...ફ્રીજ,TV,AC પણ વિકલ્પ

PC: thedailyguardian.com

લોકશાહીના સૌથી મોટા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ભોપાલમાં 7મી મે એટલે કે મંગળવારે મતદાન થવાનું છે. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર ભોપાલ દ્વારા એક અનોખી પહેલ બહાર પાડવામાં આવી છે. મતદારોને જાગૃત કરવા વહીવટી તંત્ર દ્વારા લકી ડ્રોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મતદાન કરવા જતા મતદારોને સ્લીપ અને લકી ડ્રો દ્વારા અનેક ભેટ આપવામાં આવશે.

આ ભેટોમાં હીરાની વીંટી પણ સામેલ છે. આ સાથે મતદારો ફ્રીજ, TV, કુલર, AC, T-શર્ટ, સાઉન્ડબોક્સ અને અન્ય વસ્તુઓ પણ જીતી શકશે. ભોપાલ પ્રશાસને બૈરાગઢ ટ્રેડર્સ સોસાયટીના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં ભોપાલના તમામ 2097 બૂથ પર લકી ડ્રો યોજવામાં આવી રહ્યો છે.

આ લકી ડ્રોમાં ભોપાલના કોઈપણ 5 નસીબદાર મતદારો હીરાની વીંટી પણ મેળવી શકે છે. આ લકી ડ્રોમાં ભાગ લેવા માટે મતદારોને મતદાન કર્યા પછી બૂથ પર સ્લીપ આપવામાં આવશે. જેમાં નામ અને મોબાઈલ નંબર ભર્યા પછી તેને એક બોક્સમાં મુકવામાં આવશે. મતદાન કર્યા પછી તે બોક્સમાંથી વિજેતાનું નામ કાઢવામાં આવશે. તે વિજેતાઓને ઉપસ્થિત ભેટોમાંથી કોઈ પણ એક ભેટ આપવામાં આવશે. જેમાં હીરાની વીંટી, ફ્રિજ, TV, વોશિંગ મશીન, મિક્સર ગ્રાઇન્ડર, લેપટોપ, MM કુલર, લંચ બોક્સ, બેગ, સાઉન્ડ બોક્સ જેવી અનેક ભેટોનો સમાવેશ થાય છે.

મતદારો દ્વારા ભરાયેલા ફોર્મનો લકી ડ્રો અલગ-અલગ સમયે 4 વખત કાઢવામાં આવશે. સવારે 10 વાગ્યે, પ્રથમ બે લકી ડ્રો વિજેતા જાહેર કરવામાં આવશે, જેમને હીરાની વીંટી આપવામાં આવશે. ત્યાર પછી બીજો ડ્રો બપોરે 2 વાગ્યે રાખવામાં આવ્યો છે. આ પછી સાંજે ત્રીજો ડ્રો યોજાશે. આમાં પણ કોઈપણ બે વિજેતાઓને હીરાની વીંટી આપવામાં આવશે. છેલ્લો અને સૌથી મોટો લકી ડ્રો 8મી મે એટલે કે બુધવારે જાહેર કરવામાં આવશે. જેમાં એક વિજેતાને હીરાની વીંટી આપવામાં આવશે. આ ઉપરાંત, બાકીની ભેટ પણ વિજેતાઓમાં વહેંચવામાં આવશે. મતદારોને મતદાન અંગે જાગૃત કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

લકી ડ્રોની સાથે વહીવટીતંત્ર પ્રથમ મત આપનાર વ્યક્તિનું પણ સન્માન કરશે. ભોપાલના તમામ 2097 બૂથ પર પ્રથમ મત આપનાર વ્યક્તિને પ્રથમ મતદારનું બેચ આપીને સન્માનિત કરવામાં આવશે. જેણે સૌપ્રથમ મતદાન કર્યું હશે તે મતદારને બેચ પહેરાવીને તેમનું સન્માન કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp