CM કેજરીવાલને મોટો ઝટકો, જેલમાં બેસીને જ જોવા પડશે ચૂંટણી પરિણામ

PC: https://x.com/ArvindKejriwal

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે CM કેજરીવાલને રાહત નથી આપી, તેમને 2 જૂનના રોજ એટલે કે આવતીકાલે તિહાડ જેલમાં સરેન્ડર કરવું જ પડશે. કોર્ટે તેમની વચગાળાના જામીન અરજી પર ફેસલો નહોતો સંભળાવ્યો. આ અરજી પર 5 જૂનના રોજ ફેસલો સંભળાવાશે. એટલે રવિવારે તિહાડ જેલ જઈને તેમને સરેન્ડર કરવું જ પડશે અને 4 જૂને આવનારા ચૂંટણી પરિણામોને પણ તેમને જેલમાં રહીને જ જોવા પડશે. ઉલ્લેખનીય છે કે, 10 મેના રોજ CM કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરવા માટે 21 દિવસના વચગાળાના જામીન પર છોડવામાં આવ્યા હતા 2 જૂને તેમને સરેન્ડર કરવા માટે કોર્ટે કહ્યું હતું.

‘હું ફરી તિહાડ જતો રહીશ..’, જેલ જતા પહેલા કેજરીવાલનો ભાવુક સંદેશ, મારા વૃદ્ધ...

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ 2 જૂને તિહાડ જેલ જતા રહેશે. આ અગાઉ શુક્રવારે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હીવાસીના નામે સંદેશ આપ્યો છે. તેની સાથે જ તેમણે દિલ્હીના લોકોને એક જવાબદારી પણ સોંપી છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ કરીને જનતાને પોતાના વૃદ્ધ માતા-પિતા માટે દુવા કરવા કહ્યું છે. તેમનું કહેવું છે કે મારા વૃદ્ધ માતા-પિતા ખૂબ બીમાર રહે છે. હું જેલ જતો રહીશ તો તમારે જ તેમનું ધ્યાન રાખવું પડશે. તમે તેમના માટે દુવા કરજો જેથી તેઓ સ્વસ્થ રહે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પત્ની સુનિતા ખૂબ મજબૂત છે અને તેમણે દરેક મુશ્કેલીમાં મારો સાથ આપ્યો છે. મારું સ્વાસ્થ્ય સારું નથી. મારા યુરીનમાં પણ કીટોન વધ્યું છે. ડૉક્ટરોએ થોડા પરીક્ષણ કરાવવા કહ્યું છે, પરંતુ મારી જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. ભાજપની ED જામીનનો વિરોધ કરી રહી છે. પરમ દિવસે મારે સરેન્ડર કરવાનું છે. હું જેલ માટે બપોરે 3:00 વાગ્યાની આસપાસ ઘરથી નીકળીશ.

તેમણે વધુમાં કહ્યું કે, બની શકે કે આ વખત આ લોકો મને પહેલાથી વધુ અત્યાચારિત કરે, પરંતુ હું પણ હાર નહીં માનું અને સંવિધાનને બચાવવ માટે અંતિમ શ્વાસ સુધી લડતો રહીશ. કેજરીવાલે આગળ કહ્યું કે, તમે લોકો ચિંતા ન કરતા. હું ભલે જેલ જ કેમ ન જતો રહું, તમારા બધા કામ થતા રહીશ. 24 કલાક વીજળી, મફત દવા, મોહલ્લા ક્લિનિક, ફ્રી બસ સેવા.. જ્યારે હું પાછો આવીશ તો મહિલાઓ માટે 1000 દર મહિને આપવાનો વાયદો પણ પૂરો કરીશ. તમે બધા ખુશ રહો. તમે ખુશ રહેશો, તો હું પણ ખુશ રહીશ.

શું છે આખો મામલો?

દિલ્હીમાં રદ્દ કરવામાં આવેલી આબકારીનીતિ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં CM અરવિંદ કેજરીવાલ પણ આરોપી છે. 21 માર્ચે લાંબી પૂછપરછ બાદ EDએ તેમની ધરપકડ કરી લીધી હતી. 2024ની લોકસભાની ચૂંટણી પ્રચાર માટે સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા. જામીન અવધિ 1 જૂને સમાપ્ત થઈ રહી છે અને તેમણે 2 જૂને સરેન્ડર કરવાનું છે. આ અગાઉ તેમણે લોકોને સંબોધિત કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp