જો તેલંગાણાના CMની વાત માની લઈએ અને કોંગ્રેસ 100 સીટો જીતી ગઈ તો શું થશે?

PC: moneycontrol.com

આ વખતે સૌથી મોટો સવાલ એ છે કે, શું BJPના નેતૃત્વમાં NDA આ વખતે 400ને પાર કરવાનો લક્ષ્યાંક હાંસલ કરી શકશે? આ સવાલના જવાબમાં તેલંગાણાના CM રેવન્ત રેડ્ડીએ થોડા સમય પહેલા એક રસપ્રદ વાત કહી હતી. જ્યારે તેમને BJPની સંભવિત સંખ્યાને લગતો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે અલગ રીતે પોતાનો જવાબ આપ્યો અને કહ્યું કે, તેમની પાર્ટીને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનાવવા માટે માત્ર 125 બેઠકોની જરૂર છે, જ્યારે BJPને સતત ત્રીજી વખત સત્તામાં પાછા ફરવા માટે ઓછામાં ઓછી 240-250 બેઠકો જીતવી જરૂર છે. જો કે, એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે, આ વખતે કોંગ્રેસ ઓછામાં ઓછી માત્ર 328 સીટો પર ચૂંટણી લડી રહી છે, તો CM રેવંત રેડ્ડી પોતાની પાર્ટી માટે કયા આધારે ભવિષ્યવાણી કરી રહ્યા છે. આ માટે તેને જરા અલગ એંગલથી સમજવું પડશે.

2019ની ચૂંટણીમાં BJP અને કોંગ્રેસ વચ્ચે 138 સીટો પર સીધો મુકાબલો હતો. જેમાંથી BJPએ 133 બેઠકો જીતી હતી. 2014ની ચૂંટણીમાં BJPનો આ આંકડો 121 સીટો હતો. મતલબ કે કોંગ્રેસ સામે સીધી લડાઈમાં BJPએ સૌથી વધુ સીટો જીતી છે. છેલ્લા આંકડાઓ અનુસાર, કોંગ્રેસ સામે સીધી હરીફાઈમાં BJPએ 92 ટકા બેઠકો જીતી છે. મારો કહેવાનો મતલબ એ છે કે, હવે BJPને કોંગ્રેસ સામે આનાથી વધુ કંઈ મળવાનું નથી.

જો રાજ્યોની દ્રષ્ટિએ પ્રદર્શન જોવા જઈએ તો UP, MP, બિહાર, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, હિમાચલ, ઉત્તરાખંડથી લઈને પશ્ચિમ અને દક્ષિણમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, કર્ણાટકની કુલ 241 બેઠકોમાંથી કોંગ્રેસે માત્ર 9 સીટ પર જ જીત મેળવી છે. મતલબ કે કોંગ્રેસ આનાથી વધુ ખરાબ પ્રદર્શન કરી શકે નહીં. આ સમગ્ર પ્રશ્નનો જવાબ એ છે કે, આ વખતે કોંગ્રેસ આ રાજ્યોમાં કેવું પ્રદર્શન કરે છે? એટલે કે, આ રાજ્યોમાં તેનું પ્રદર્શન જેટલું વધશે, તેટલી વધુ બેઠકો BJP ગુમાવશે.

આનો અર્થ એ પણ છે કે, જો કોંગ્રેસ તેની વર્તમાન 52 લોકસભા બેઠકો કરતાં 30 વધુ બેઠકો જીતે છે, તો તે BJPનો બહુમતીનો આંકડો 272ની નીચે રોકશે. હાલમાં BJP પાસે લોકસભામાં 303 બેઠકો છે. તેવી જ રીતે કોંગ્રેસ 100 સીટો પર પહોંચી જાય તો રાષ્ટ્રીય રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે.

ગત વખતે કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસને 28 અને 17 બેઠકોમાંથી માત્ર એક અને ત્રણ બેઠકો મળી હતી. હાલ આ બંને રાજ્યોમાં કોંગ્રેસ સત્તા પર છે. એટલે કે જો કોંગ્રેસ આ રાજ્યોમાં સારું પ્રદર્શન કરશે તો અહીં BJPને સીધી અસર થશે.

ગત વખતે BJP-શિવસેનાના નેતૃત્વમાં NDAને 48માંથી 41 બેઠકો મળી હતી. ત્યાર પછીથી ત્યાંની રાજકીય પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ત્યાંની બે મુખ્ય પ્રાદેશિક પક્ષો શિવસેના અને NCP વચ્ચે વિભાજન થઇ ગયું છે અને બળવાખોર જૂથ BJPની સાથે રાજ્યમાં સત્તામાં છે. આ રાજ્યમાં તાજેતરના વર્ષોમાં એટલી બધી મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે કે, આ વખતે બાજી કઈ તરફ પલટાઈ જશે તેની કોઈને ખબર નથી. BJP સામે સૌથી મોટો અને અઘરો પડકાર આ રાજ્યમાં તેના અગાઉના પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો છે. જ્યારે કોંગ્રેસ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના ગઠબંધનના સમર્થન સાથે છે.

2019ની લોકસભા ચૂંટણીમાં NDAને 54 ટકા વોટ શેર સાથે 40માંથી 39 બેઠકો મળી હતી. પરંતુ તે પછી બિહારના રાજકારણમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. CM નીતીશ કુમારના RJD સાથે જવું અને પછી NDA કેમ્પમાં પાછા આવવાથી માત્ર વિશ્વસનીયતા પર જ પ્રશ્ન નથી ઊભો થયો પરંતુ મતદારો પણ મૂંઝવણમાં મૂકાયા છે. પરિણામે JDUના અત્યંત પછાત વોટબેંક વિખેરાઈ જવાનો ખતરો વધી ગયો છે. એટલું જ નહીં, બિહારના કુલ 7.64 કરોડ મતદારોમાંથી 1.6 કરોડ મતદારો યુવા (20-29 વય જૂથના) છે અને રોજગારી સંકટ સૌથી મોટો મુદ્દો છે. વિશ્લેષકોના મતે, આ કારણોસર જ BJPને તેના અગાઉના પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો પડકાર છે.

આ વખતે દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન છે. હરિયાણા, દિલ્હી, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશની સાથે આ રાજ્યો પર નજર કરીએ તો, ગત વખતે કોંગ્રેસને આ બધા મળીને માત્ર એક જ સીટ મળી હતી. તેથી આ વખતે કોંગ્રેસને અહીં કોઈ ફાયદો થાય તો પણ સીધુ નુકસાન BJPને જ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp