ભરૂચ બેઠક લોકસભાના ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા કેમ ટેન્શનમાં આવી ગયા?

PC: twitter.com

ગુજરાતની ભરૂચ લોકસભા બેઠકના AAP- કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા કેમ ટેન્શનમાં આવી ગયા છે? જાણવા મળેલી વિગત મુજબ ભાજપ એક પછી એક ઝટકા આપી રહ્યું છે જેને કારણે ચૈતર વસાવાની ઉંઘ હરામ થઇ ગઇ છે.

ભરૂચ લોકસભા બેઠક અત્યારે વર્ચસ્વનો જંગ બની ગઇ છે. ચૈતર વસાવાને ગઠબંધનાના ઉમેદવાર જાહેર કરાયા પછી ભાજપે સૌથી મોટો ઝટકો એ આપ્યો કે આ વિસ્તારના કોંગ્રેસના પૂર્વ મંત્રી નારણ રાઠવાને ભાજપમાં લઇ લીધા. રાઠવા કાર્યકરોની મોટી ફોઝ સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા. એ પછી ભરૂચની બેઠક પરથી ભાજપની ટિકીટ પર 6 વખત સાંસદ રહેલા મનસુખ વસાવાની ટિકીટ કપાશે તેવી શક્યતા હતી, પરંતુ ભાજપે પહેલી જ યાદીમાં ભરૂચ બેઠક પરથી મનસુખ વસાવાનું નામ જાહેર કરી દીધું, એ ચૈતર વસાવા માટે બીજો ઝટકો હતો.

ત્રીજો ઝટકો ભાજપે એ આપ્યો છે કે ગુજરાત વિધાનસભા 2022માં આમ આદમી પાર્ટી BTPના ગઠબંધનામાં મેદાનમાં ઉતરી હતી, પરંતુ ચૂંટણી પહેલાં જ BTPએ ગઠબંધન તોડી નાંખ્યું હતું. હવે BTPના નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે, આ ચૈતર વસાવા માટે મોટો ઝટકો છે, કારણકે મહેશ વસાવાને કારણે AAPના આદિવાસી વોટ કપાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp