ભાજપનો મોટો નિર્ણય ,લોકસભામાં કોઇ પણ ધારાસભ્યને ટિકીટ નહીં મળે

PC: opindia.com

ભારતીય જનતા પાર્ટીએ 18મી લોકસભાની ચૂંટણી માટે ક્યારની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને થોડાક દિવસોમાં ઉમેદવારોની યાદીમાં જાહેર કરવામાં આવશે. જાણવા મળેલી વિગત મુજબ આજે આને આવતીકાલે ભાજપ નેતાઓની બેઠક મળી રહી છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી અને સી આર પાટીલને પણ બોલાવવામાં આવ્યા છે. ભાજપે આ વખતે એક મોટો નિર્ણય એ કર્યો છે કે, કોઇ પણ ધારાસભ્યને લોકસભાની ટિકીટ આપવામાં આવશે નહીં. એટલે જે ધારાસભ્યો લોકસભા લડવાના સપના જોતા હતા તેમના સપના પર અત્યારે તો પાણી ફરી વળ્યું છે.

ભાજપે આ વખતે એવો પણ એક નિર્ણય કરેલો છે કે, 3 વખત સાંસદ રહી ચૂકેલા અથવા ઉંમર વધારે હોય તેમને ટિકીટ નહીં મળે. એ દ્રષ્ટ્રિએ અનેક લોકોની ટિકીટ કપાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp