543 સીટોની મહાજંગની આજે થશે જાહેરાત, જાણો કંઈ પાર્ટીમાં કેટલો દમ?

PC: jansatta.com

હવે સમય આવી ગયો છે, જેનો રાજનીતિક પાર્ટીઓને ઇંતજાર હતો. ચૂંટણી પંચની આજે સાંજે 3:00 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ થવાની છે. ચૂંટણી પંચ આ દરમિયાન સૌથી મોટા ચૂંટણી યુદ્ધના શેડ્યૂલની જાહેરાત કરી શકે છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરતનો સમય આવી ગયો છે, તો વાત ગઠબંધનના ગણિત અને લોકસભામાં રાજકીય પાર્ટીની તાકતને લઈને પણ થઈ રહી છે. દરેક પાર્ટી અને દરેક ગઠબંધન લોકસભાની ચૂંટણીમાં જીત સાથે સરકાર બનાવવાના દાવા તો કરી રહ્યા છે, પરંતુ 2019ની ચૂંટણીથી આ વખત સીન કેટલું અલગ છે? વાત તેના પર થઈ રહી છે.

શું છે ગઠબંધનોનું ગણિત?

મુખ્ય રૂપે આ ચૂંટણી અગાઉ 3 રાજનીતિક ગ્રુપ નજરે પડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વવાળું NDAમાં સામેલ પાર્ટીઓ, બીજું ગ્રુપ INDIA બ્લોકમાં સામેલ પાર્ટીઓનું છે. જેમાં કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓ સામેલ છે, ત્રીજા ગ્રુપમાં એ પાર્ટીઓને રાખી શકાય છે, જે આ બંનેમાંથી કોઈ પણ ગઠબંધનમાં નથી અને પોતાની અલગ ક્ષેત્રીય તાકત રાખે છે. એવી પાર્ટીઓની લિસ્ટમાં માયાવતીની નેતૃત્વવાળી બહુજન સમાજ પાર્ટી, બંગાળમાં મમતા બેનર્જીની TMC, કેરળ અને બંગાળમાં લેફ્ટ, ઓરિસ્સામાં નવીન પટનાયકની પાર્ટી BJD, તામિલનાડુમાં AIADMK, આંધ્ર પ્રદેશામાં મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટી YSR કોંગ્રેસ, તેલંગાણામાં KCRની પાર્ટી BRS અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM અને આસામમાં AIUDF જેવા નામ છે.

2019થી કેટલું અલગ ગઠબંધનોનું સીન?

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીની તુલનામાં આ વખત ગઠબંધનોનું ગણિત ખૂબ જ અલગ નજરે પડી રહ્યું છે. ઘણી પાર્ટીઓ જે છેલ્લી ચૂંટણીમાં વિપક્ષમાં હતી, તેઓ હવે NDAમાં છે. ઉત્તર પ્રદેશમાં જયંત ચૌધરીના નેતૃત્વવાળી RLD, બિહારમાં ઉપેન્દ્ર કુશવાહ અને જિતનરામ માંઝીની પાર્ટીઓ 2019માં વિપક્ષમાં હતી. TDP પણ ત્યારે અલગ તાલ ઠોકી રહી હતી. આ વખત આ બધી પાર્ટીઓ NDAની છત્રી નીચે ચૂંટણી મેદાનમાં ઉતરી રહી છે.

કેટલીક પાર્ટીઓ એવી પણ છે જે NDA છોડી ગઈ હતી અને ત્યારબાદ એ પાર્ટીઓના નામ નિશાન સાથે એક વિભાગ ગઠબંધનમાં આવતા રહ્યા. એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની NCP આ કેટેગરીમાં આવે છે. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વિપક્ષી INDIA બ્લોકમાં છે, પરંતુ તેમની પાર્ટીઓના નામ અને નિશાન સાથે શિંદે અને અજીત પાવર NDAમાં છે.

કઇ પાર્ટીમાં કેટલો દમ?

ભાજપ 290

કોંગ્રેસ 48

DMK 24

TMC 22

YSR કોંગ્રેસ 22

JDU 16

શિવસેના (એકનાથ શિંદેની પાર્ટી) 13

BJD 12

BSP 10

BRS 8.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp