ગુજરાતની 7 સહિત ભાજપે 72 બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા, દર્શનાબેનની ટિકિટ કપાઈ

PC: twitter.com

લોકસભા ચૂંટણી માટે ભાજપે વધુ 72 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, જેમાં ગુજરાતની 7 સીટનો પણ સમાવેશ થાય છે. સુરતથી દર્શના જરદોષની ટિકિટ કપાઈ ગઈ છે, તેમના સ્થાને મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, ભાવનગરથી નિમુબેન બાંભણિયા, વડોદરાથી રંજનબેન ભટ્ટ, છોટા ઉદેપુરમાં  જશુ રાઠવા અને વલસાડમાં ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

72 ઉમેદવારોનું લિસ્ટ...

ભાજપે દાદરા નગર હવેલીથી કલાબેન ડેલકરને ટિકિટ આપી છે. હરિયાણામાં હાલમાં જ CM પદેથી રાજીનામું આપનાર મનોહરલાલ ખટ્ટરને કરનાલ સીટ પરથી ટિકિટ આપવામાં આવી છે.

હમીરપુરથી કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરને ટિકિટ આપવામાં આવી છે. બસવરાજ બોમ્માઈને હાવેરીથી ટિકિટ આપવામાં આવી છે. તેજસ્વી સૂર્યાને બેંગ્લોર સાઉથથી ટિકિટ આપવામાં આવી છે.

નાગપુરથી કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીને ટિકિટ આપવામાં આવી છે. મુંબઈ ઉત્તર પિયૂષ ગોયલને ટિકિટ આપવામાં આવી છે.પંકજા મૂંડેને બીડથી ટિકિટ આપવામાં આવી છે.

પૂર્વ CM ત્રિવેન્દ્રસિંહ રાવતને હરિદ્વારથી ટિકિટ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp