વડોદરા અને સાબરકાંઠાના ભાજપના ઉમેદવારોએ ચૂંટણી લડવાની કેમ ના પાડી દીધી

PC: abplive.com

ભારતીય જનાતા પાર્ટીએ ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી હજુ 22 ઉમેદવારોની જ યાદી જાહેર કરી છે હજુ 4 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે તે પહેલાં વડોદરા અને સાબરકાંઠાના જાહેર થયેલા ઉમેદવારોએ ટ્વીટ કરીને કહ્યું છે કે અમે લોકસભાની ચૂંટણી લડવાના નથી. એટલે ભાજપે હવે બીજા 2 નવા ઉમેદવારોના નામ પણ જાહેર કરવા પડશે.

વડોદરામાં રંજન ભટ્ટને ભાજપે ત્રીજી વખત રિપીટ કર્યા હતા, પરંતુ કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. સૌથી પહેલાં ડો. જ્યોતિ પંડ્યાએ વિરોધ કર્યો તો ભાજપે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. એ પછી સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામાની ઢોંસ આપીને પ્રેસર ઉભું કર્યું હતું. શનિવારે રંજન ભટ્ટે ટ્વીટ કરીને જાહેરાત કરી કે હું ચૂંટણી લડલાની નથી.

સાબરકાંઠામાં ભાજપે વર્તમાન સાંસદ દીપ રાઠોડની ટિકિટ કાપીને ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી, પરંતુ તેમની અટક પહેલાં ડામોર હતી અને પછી બદલીને ઠાકોર કરી હતી એ વાતનો બનાસકાંઠામાં ભારે હોબાળો મચી ગયો હતો. ડામોર (ST)માં આવે છે અને રાજસ્થાન સાથે સંબધ હોય છે. જ્યારે બનાસકાંઠામાં ઠાકોરની વસ્તી વધારે છે. હોબાળો મચવાને કારણે ભીખાજી ઠાકોરે પણ ટ્વીટ કરીને ચૂંટણી લડવાની અનિચ્છા હોવાની વાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp