ભાજપે ભોજપુરી એક્ટરને ટિકિટ આપી, પણ તેણે લોકસભા લડવાનો ઇનકાર કરી દીધો

PC: khabarchhe.com

લોકસભાની ટિકીટ મેળવવા માટે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવતા હોય છે અને બધા હઠકંઠા અપનાવતા હોય છે, પરંતુ એક ઉમેદવારની ટિકીટ મળી તો એણે ચૂંટણી લડવાની ના પાડી દીધી. ભાજપે પશ્ચિમ બંગાળની એક બેઠક પરથી ભોજપુરી એકટરને લોકસભાની ટિકીટ આપી હતી, પરંતુ એકટરે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે.

ભોજપુરી સ્ટાર પવન સિંહે આસનસોલથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. ભાજપે પવન સિંહને પશ્ચિમ બંગાળના આસનસોલથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા જ્યાંથી TMC નેતા શત્રુઘ્ન સિંહા હાલમાં સાંસદ છે.

પવન સિંહે X પર પોસ્ટ કરીને કહ્યું કે, હું ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ કર્યો અને મને આસનસોલથી ઉમેદવાર તરીકે જાહેર કર્યો પરંતુ કેટલાક કારણોસર હું આસનસોલથી ચૂંટણી લડી શકું તેમ નથી.પવન સિંહની આ પોસ્ટને રિપોસ્ટ કરીને TMCના મહાસચિવ અભિષેક બેનર્જિએ મજાકમાં લખ્યું કે,પશ્ચિમ બંગાળના લોકોની અદમ્ય ભાવના અને શક્તિ.

અગાઉ જ્યારે ભાજપે શનિવારે આસનસોલ બેઠક માટે પવન સિંહના નામની જાહેરાત કરી હતી, ત્યારે તેમણે તરત જ ભાજપ હાઈકમાન્ડનો આભાર માનતો સંદેશ પોસ્ટ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે,મને આસનસોલથી લોકસભાના ઉમેદવાર બનાવવા માટે રાષ્ટ્રીય નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના તમામ આદરણીય વ્યક્તિઓને વંદન અને અભિનંદન પાઠવું છું.

પશ્ચિમ બંગાળના આસનસોલથી ટિકીટ મળ્યા પછી ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અભિનેતા પવન સિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મારો જન્મ પશ્ચિમ બંગાળમાં થયો છે. અહીંનું પાણી અને નમક મારા શરીરમાં છે. મને આસોનસોલની જનતાનો પ્રેમ મળશે અને હું ચોક્કસ જીતી જઇશ.

અભિનેતામાંથી રાજકારણી બનેલા TMC સાંસદ શત્રુઘ્ન સિંહા બંગાળના આસનસોલના સાંસદ છે અને તેમની સામે લડવા માટે ભાજપે ભોજપુરી સ્ટાર પવન સિંહને મેદાનમાં ઉતાર્યા હતા. પવન સિંહની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે અને ફિલ્મોમાં તેની એક્ટિંગ અને સિંગિંગની સાથે તેની સંપત્તિ પણ કરોડોમાં છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો પવન સિંહની અંદાજિત નેટવર્થ 6-8 મિલિયન ડોલર અંદાજે આશરે રૂ. 50-65 કરોડ રૂપિયા છે. પવન સિંહની ગણતરી ભોજપુરી સિનેમાના સૌથી મોંઘા કલાકારોમાં થાય છે.

પણ હવે તેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કરતા ભાજપ માટે મુસીબત ઉભી થઇ છે. ભાજપ તેમને મનાવી લેશે કે પછી બીજા કોઇને ટિકીટ આપશે તે આગામી દિવસોમાં ખબર પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp