ભાજપે મૈસૂરના રાજા વાડિયારને લોકસભાની ટિકિટ આપી છે, જાણો કોણ છે?

PC: metrovaartha.com

કર્ણાટકના મૈસૂરના શાહી પરીવારના વશંજ યદુવીર કૃષ્ણદત્ત વાડિયારને ભાજપે લોકસભા 2024 માટે કોડાગુ સીટ પર મેદાનમાં ઉતાર્યા છે. લોકોને એ જાણવામાં રસ છે કે આ યદુવીર વાડિયાર કોણ છે?

મૈસુરની કોડાગુ સીટ પર પ્રતાપ સિમ્હા સાંસદ હતા, પરંતુ ભાજપે આ વખતે તેમની ટિકીટ કાપીને યદુવીર વાડિયારને ચાન્સ આપ્યો છે. યદુવીર 31 વર્ષના છે અને તેમની નેટવર્થ 80,000 કરોડ રૂપિયા છે. 2015માં તેમની શાહી પરિવારના પ્રમુખનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

અમેરિકામાં ભણેલા યદુવીરને ગિટાર અને વીઁણા વગાડવાનો જબરો શોખ છે, ઉપરાંત તેમને ટેનિસ રમવાનું અને ઘોડે સવારી કરવાનું પસંદ છે.

વાડિયારના છેલ્લાં વશંજ શ્રીકાંત દત્તા વાડિયાર અને તેમના પત્ની પ્રમોદા વાડિયારને કોઇ સંતાન નહોતા એટલે યદુવીરને દત્તક લેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp