લોકસભા 2024માં 400 કરતા વધારે બેઠકો જીતવા ભાજપે આ કરવું પડશે

PC: livemint.com

NDA ગઠબંધનમાં અબ કી બાર 400 કે પારનો નારો ભાજપે આપેલો છે. જો ભાજપે 400 બેઠકો જીતવી હોય તો શું કરવું પડે? ભાજપે આ માટે પહેલેથી પાસા પણ ફેંકવા માંડ્યા હતા. 400 બેઠકો જીતવાની ધારણા સાથે ભાજપે ઘણા સમયથી નિર્ણયો લેવા માંડ્યા હતા. લોકસભાની કુલ 543 બેઠકો છે અને તેમાં બહુમતી માટે 272 બેઠકો જીતવી કોઇ પણ પાર્ટી માટે જરૂરી હોય છે. ભાજપે આ વખતે એકલા હાથે 370 બેઠકો જીતવીનો લક્ષ્યાંક રાખ્યો છે.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, જો ભાજપે 400 બેઠકો જીતવી હોય તો 12 રાજ્યોમાં ક્લીન સ્વીપ કરવું પડે. ઉપરાંત દક્ષિણ-પૂર્વની જે 159 બેઠકો છે, તેમાંથી 75 ટકા બેઠકો જીતવી પડે. મતલબ કે ભાજપે લગભગ 120 બેઠકો જીતવી પડે. સાથે સાથે ભાજપે 7 ટકા વોટ શેર પણ વધારવો પડે તો ટાર્ગેટ પુરો કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp