જે સાંસદના નામે સંસદમાં ઘુસણખોરી થઇ તેને ભાજપે ટિકિટ આપી કે નહીં?

PC: tv9kannada.com

ભારતીય જનતા અપાર્ટી (BJP)એ બુધવારે લોકસભાની ચૂંટણી માટે 72 ઉમેદવારોની બીજી લિસ્ટ જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં કર્ણાટકના પણ 20 ઉમેદવારોના નામ સામેલ છે. રાજ્યમાં લોકસભાની કુલ 28 સીટો છે. ભાજપે આ વખત મૈસૂર-કોડાગુ લોકસભા સીટ પરથી સાંસદ પ્રતાપ સિંહાની ટિકિટ કાપી દીધી છે. તેમની જગ્યાએ પાર્ટીએ યદુવીર કૃષ્ણદત્ત ચામરાજ વાડિયારને મેદાનમાં ઉતાર્યા છે.

બે વખત લોકસભાની ચૂંટણીમાં મૈસુરની સીટ જીત પ્રતાપ સિંહાને લઈને ઘણા વિવાદ થયા હતા. ત્યારબાદ પાર્ટીએ તેમને ઉમેદવાર ન બનાવવાનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે સાંસદમાં હુમલાની 22મી વર્ષી પર સંસદમાં મોટી સુરક્ષા ચૂંક થઈ હતી. લોકસભામાં સદનની કાર્યાવહી દરમિયાન દર્શક દિર્ઘાથી 2 લોકો સદનની અંદર કૂદી પડ્યા હતા. અ ને તેઓ તેજીથી સાંસદ તરફ વધવા લાગ્યા હતા. ત્યારબાદ ત્યાં ઉપસ્થિત સાંસદોએ તેમને પકડી લીધા હતા.

તેમાંથી એક વ્યક્તિએ પોતાના પગના બૂટમાંથી પીળા રંગનો સ્પ્રે કાઢતા સંસદમાં ધુમાડો ધુમાડો કરી દીધો હતો. એ કાંડ બાદ ભાજપ સાંસદ પ્રતાપ સિંહાનુ પણ નામ આવ્યું હતું. સંસદમાં કૂદનાર સાગર ભાજપ સાંસદ પ્રતાપ સિન્હાના વિઝિટર પાસથી જ અંદર દાખલ થયો હતો. સદનની કાર્યવાહી જોવા માટે વિઝિટર પાસની જરૂરિયાત હોય છે અને આરોપી સાગરે સાંસદ પ્રતાપ સિંહના વિઝિટર પાસ પર જ એન્ટ્રી લીધી હતી.

પ્રતાપ મૈસૂર સીટથી 2 વખત લોકસભામાં પહોંચી ચૂક્યા છે. પ્રતાપ સિંહાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. તેમણે ગુંબજના આકારના બસ સ્ટેશનને લઈને નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે એ મસ્જિદ જેવા દેખાય છે. સાંસદે તેમને ધ્વસ્ત કરવાની ધમકી આપી હતી, જેથી ખૂબ વિવાદ ઊભો થયો હતો. તેમણે કહ્યું હતું કે, મેં બસ શેલ્ટરોમાં ગુંબજ જેવા આકાર જોયા છે. વચ્ચે એક મોટો ગુંબજ અને તેની બંને તરફ બે નાના ગુંબજ. આ એક મસ્જિદ સિવાય કંઇ નથી. એન્જિનિયરોએ આ પ્રકારના શેલ્ટરો હટાવવા પડશે, નહિતર હું JCB લાવીશ અને તેમને પાડી દઇશ. 

એટલું જ નહીં, સિંહા અને પશુ પ્રેમીઓ પર પણ પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કૂતરા પ્રેમી પોતાના બાળકોને કૂતરાઓ બચકાં ભરે તો રખડતા કૂતરાઓના જોખમોને સમજાશે. દયા વિના રખડતા કૂતરાઓને ખતમ કરવા જોઈએ. સાંસદનું કહેવું હતું કે પ્રાણી પ્રેમીઓના કારણે આ કોઈ કાર્યવાહી કરી શકતા નથી. તેમને ત્યારે સમજ આવશે જ્યારે રખડતા કૂતરા તેમના બાળકોને બચકાં ભરે. રખડતા કૂતરાઓને ખવડાવવાથી કોઈ ફાયદો નહીં થાય અને એટલી મોટી સામાજિક સેવા નથી, જેટલી તેઓ દેખાડવાનો પ્રયાસ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp