UPમાં ભાજપની ટાસ્ક ફોર્સ શોધી રહી છે હારના કારણ, અત્યાર મળ્યા સુધી આ 3 કારણ

PC: businesstoday.in

લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં જબરદસ્ત ઝટકો લાગ્યો છે. 2019માં તેને જ્યાં 62 સીટો મળી હતી, તો 2024માં સામાન્ય ચૂંટણીમાં 33 પર સંતોષ માનવો પડ્યો છે. ભાજપ ઉત્તર પ્રદેશ જેવા રાજ્યથી 29 સીટો ઓછી મળવાથી આખા દેશમાં ચર્ચા છે. હવે પાર્ટી પણ તેના પર મંથનમાં લાગી ગઈ છે અને આખું ફીડબેક લીધા બાદ થોડી એક્શન થઈ શકે છે. અત્યાર સુધી પાર્ટી નેતૃત્વના ઉમેદવારો અને સ્થાનિક નેતાઓ પાસે ફીડબેક મળ્યું છે. તે મુજબ સાંસદોને રાજ્યના કર્મચારીઓ પાસેથી સહયોગ મળ્યો નથી.

પાર્ટીના કાર્યકર્તાઓ જ વિરોધમાં ગયા અને સંવિધાન બદલવાનું ખોટું નેરેટિવ જનતા વચ્ચે ચાલી જવાથી નુકસાન થયું. એટલું જ નહીં, ભાજપનું રાજ્ય નેતૃત્વ એક વિસ્તૃત રિપોર્ટ પણ તૈયાર કરી રહ્યું છે. આ રિપોર્ટને આ અઠવાડિયાના અંત સુધી હાઇકમાનને સોંપવામાં આવશે. અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ, ભાજપે ઉત્તર પ્રદેશમાં હારના કારણોની વિસ્તૃત તપાસ માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે.

આ ટાસ્ક ફોર્સને રાજ્યની 78 સીટોની સમીક્ષાનું કામ સોંપવામાં આવ્યું છે. માત્ર નરેન્દ્ર મોદીની સીટ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહની સીટ લખનૌની આ ટાસ્ક ફોર્સ સમીક્ષા નહીં કરે. એ સિવાય રાજ્યની બાકી બધી 78 સીટોની સમીક્ષા કરશે. ભાજપને સૌથી વધુ હેરાની અમેઠી, ફૈજાબાદ (અયોધ્યાવાળી સીટ), બલિયા અને સુલ્તાનપુર જેવી સીટો પર હારથી છે. આ સીટોને ભાજપ માટે મજબૂત માનવામાં આવે છે.

અમેઠીમાં સ્મૃતિ ઈરાનીની કોંગ્રેસના સામાન્ય કાર્યકર્તા સામે હારે આખા નેરેટિવને ઠેસ પહોંચાડી છે. એ સિવાય અયોધ્યાની હાર પણ કાન ઊભા કરનારી છે. સુલ્તાનપુરમાં મેનકા ગાંધીની હાર થઈ, જે સતત જીતી રહ્યા હતા. પછી અયોધ્યાની જીતે આખા નેરેટિવને ઠેસ પહોંચાડી છે. ભાજપને એ સીટ પર હારવું પડ્યું, જ્યાં ઐતિહાસિક રામ મંદિર બન્યું છે. 500 વર્ષોના ઇતિહાસનું ચક્ર જે અયોધ્યામાં ઘૂમ્યું, ત્યાં એવી હારે ભાજપને હેરાન કરી દીધી છે.

હવે પાર્ટી આખા નેરેટિવને કેવી રીતે સેટ કરે અને પોતાની હારને કેવી રીતે પચાવી શકાય, તેની તૈયારીમાં લાગી છે. જાણકારોનું કહેવું છે કે, ભાજપને RSS અને તેના સંલગ્ન સંગઠનો પાસે પણ ફીડબેક મળશે. સંઘના લોકો તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ સમીક્ષા કરીને બતાવે કે હારના કારણ શું રહ્યા છે. અત્યાર સુધી ઘણા ઉમેદવારોએ ભાજપની સ્ટેટ લીડરશિપને રિપોર્ટ સોંપી દીધા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેનવી હારના શું કારણ રહ્યા. તેમાં એક મોટું કારણ સરકારી કર્મચારીઓએ સાંસદોનો સહયોગ ન કર્યો. તો પાર્ટીના જ કાર્યકર્તાઓનો મોટો વર્ગ વિરુદ્ધમાં જતો રહ્યો. તો જાતિ આધાર પર ઠાકુરોની રેલીઓએ પણ પશ્ચિમથી પૂર્વ સુધી ભાજપને નુકસાન પહોંચાડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp