JDUની અનાવશ્યક માગ નહીં માને BJP, સરકારની મજબૂતી માટે નાની પાર્ટીઓનો સંપર્ક

PC: news.abplive.com

લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે. ભાજપ બહુમતથી ખૂબ પાછળ રહી ગઈ છે, પરંતુ NDAએ 272નો જાદુઇ આંકડો પાર કરી લીધો છે. હવે સરકાર બવાવવાની કવાયદ હાથ ધરાઇ છે. જો કે, આ ચૂંટણીમાં નીતિશ કુમાર અને નાયડુ કિંગ મેકર ફેક્ટર બનીને ઉભર્યા છે એટલે બંનેને જ લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ કરીને JDU સરકારમાં સામેલ થશે તો તેની તરફથી મોટી શરતો રાખી શકાય છે. આ ચર્ચાઓ વચ્ચે સામે આવ્યું છે કે ભાજપ ગઠબંધનના નિયમો અને ગઠબંધન ધર્મ હેઠળ જ કામ કરશે. અનાવશ્યક માગો આગળ નહીં ઝૂકે.

જાણકારો મુજબ સામે આવ્યું કે, JDUની અનાવશ્યક માગો આગળ ભાજપ નહીં ઝૂકે. ભાજપ ગઠબંધનના નિયમો અને ગઠબંધન ધર્મ હેઠળ જ કામ કરશે. મંત્રાલયની ફાળવણી હોય ક મંત્રીઓની સંખ્યા, સહયોગીઓની ચિંતાઓનું પણ ધ્યાન રાખવામાં આવશે. ભાજપ પોતાના બધા સહયોગીઓને સાથે લઈને ચાલશે. ભાજપ અપક્ષ સાંસદો અને નાની પાર્ટીઓના સંપર્કમાં પણ છે. એવી પણ વાતો સામે આવી રહી છે કે નીતિશ કુમારે મંત્રી પદને લઈને ફોર્મ્યૂલા સામે રાખ્યો છે. નીતિશના ફોર્મ્યૂલા મુજબ તેમને 4 સાંસદો પર એક મંત્રી પદ આપવું જોઈએ. એ હિસાબે તેમના 12 સાંસદ છે એટલે તેમને 3 મંત્રી મળવા જોઈએ.

લોકસભાની ચૂંટણીના પરિણામોમાં NDA બહુમત (272)થી વધારે (293) સીટો હાંસલ કરવામાં સફળ રહ્યું, પરંતુ ભાજપ પોતાના દમ પર બહુમત હાંસલ કરી શકી નથી એટલે હવે સીટોના હિસાબે સૌથી મોટી પાર્ટી હોવા છતા સહયોગી પાર્ટીઓ પર નિર્ભર રહેવું  પડી રહ્યું છે. ભાજપની જીત બાદ NDAમાં ચંદ્રબાબુ નાયડુની TDP 16 સીટો સાથે બીજા નંબર પર છે. તો નીતિશ કુમારની JDUએ 12 સીટો પર પોતાની જીત નોંધી છે.

લોકસભાની ચૂંટણીના પરિણામોએ N ફેક્ટર આપ્યું છે. નમો, નીતિશ અને નાયડુ. નમો એટલે કે નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ કરીને ચૂંટણી મેદાનમાં ઉતરેલા NDAને સરકાર બનાવવાનો જનાદેશ મળ્યો, પરંતુ ભાજપ ત્રીજી વખત બહુમત સાથે મોદી સરકાર ન બનાવી શકી. હવે એક N એટલે કે નેહરુની બરાબરી કરીને સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે વડાપ્રધાન મોદી 2 અન્ય N નીતિશ કુમાર અને ચંદ્રબાનું નાયડુની પાર્ટી પર નિર્ભર રહેવું પડશે. નીતિશ અને નાયડુના વલણથી જ સરકાર નક્કી થશે. નીતિશની આગેવાનીવાળી JDUને 12 અને નાયડુની TDPને 16 સીટ મળી છે. આ બંને પાર્ટી પણ NDAનો હિસ્સો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp