BJPને 370 બેઠકો નહીં મળે, પાર્ટીના જ નેતાએ કરી આગાહી, ચોથા ચરણ પછી સમીકરણ બદલાયા

PC: x.com/TawdeVinod

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા પહેલા BJPના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું છે કે, આ ચૂંટણીમાં BJP પોતાના દમ પર 340થી 355 બેઠકો જીતશે. તેમણે કહ્યું કે, તેમની આગાહી PM નરેન્દ્ર મોદીના દાવાથી અલગ છે, જેમાં BJPએ 370 સીટો જીતવાનો દાવો કર્યો હતો. તાવડેના અનુમાનિત આંકડા મુજબ BJPને લક્ષ્યાંક કરતા 15-30 બેઠકો ઓછી મળી રહી છે. જો કે, BJPના વરિષ્ઠ નેતાઓ હજુ પણ NDA 400 પાર કરવાના સૂત્રને વળગી રહ્યા છે. વિનોદ તાવડેનું કહેવું છે કે, NDAના સાથી પક્ષોને લગભગ 70 બેઠકો મળશે. હવે 4 જૂને જ ખબર પડશે કે વિનોદ તાવડેના દાવામાં કેટલી સત્યતા છે? ગત લોકસભા ચૂંટણીમાં BJPને સમગ્ર દેશમાં 303 બેઠકો મળી હતી.

2024ની લોકસભા ચૂંટણીમાં વિનોદ તાવડે પોતે ઉમેદવાર નથી, પરંતુ તેઓ દિલ્હીમાં પાર્ટી માટે રણનીતિ બનાવી રહ્યા છે. ચૂંટણીના માહોલમાં તેમણે અન્ય પક્ષોના નેતાઓને પક્ષમાં સામેલ કરવાની જવાબદારી પણ લીધી હતી. દિલ્હીમાં BJP કાર્યાલયમાં આવીને પાર્ટીમાં જોડાતા નેતાઓની દરેક તસવીરમાં તાવડે જોવા મળશે. તાવડે બિહાર BJPના પ્રભારી પણ છે. માનવામાં આવે છે કે, CM નીતીશ કુમારને NDAમાં પાછા લાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તાવડે 2020માં મહારાષ્ટ્રના રાજકારણથી કેન્દ્રની રાજનીતિમાં પ્રવેશ્યા અને BJPના રાષ્ટ્રીય સચિવ બન્યા. 2021માં તેમને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. તેઓ લોકસભા ચૂંટણીમાં BJPના વોર રૂમનો એક ભાગ પણ છે. હવે તેમની ચૂંટણીની આગાહીઓ પર ચર્ચા થઈ રહી છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, એક ઈન્ટરવ્યુમાં વિનોદ તાવડેએ લોકસભા ચૂંટણીના પરિણામો પર ખુલીને ચર્ચા કરી અને BJPને મળનારી સંભવિત બેઠકો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે NDA 400થી વધુ સીટોનો આંકડો કેવી રીતે હાંસલ કરશે? તેના જવાબમાં તાવડેએ દાવો કર્યો હતો કે, સમગ્ર દેશમાં BJP પોતાના દમ પર 340 થી 355 બેઠકો મેળવશે. સાથી પક્ષોને 70 બેઠકો મળવાની ધારણા છે. BJPની વ્યૂહરચનાનો ખુલાસો કરતા તેમણે કહ્યું કે, આ વખતે પાર્ટીએ 160 એવી લોકસભા બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે પહેલા ક્યારેય જીતી નથી અથવા તો એમ કહી શકાય કે, જીતવી મુશ્કેલ છે. આ વખતે BJP 60-65 નવી બેઠકો જીતશે તેવી આશા છે. તેમણે કહ્યું કે આ વખતે BJPને તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં 2019ની સરખામણીમાં વધુ સીટો મળશે. જ્યારે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તે 2019ના પરિણામનું પુનરાવર્તન કરશે. વિનોદ તાવડેએ સ્વીકાર્યું કે આ ચૂંટણીમાં BJPને બિહારમાં એક બેઠક ઓછી મળી શકે એમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp