ચૂંટણી પ્રચાર કરવા ગયેલા તેજસ્વી યાદવ પાસે મહિલાએ પહેલા માગી કિસ, પછી 1000 રૂ...

PC: deccanchronicle.com

લોકસભાની ચૂંટણી સમાપ્ત થઈ ચૂકી છે અને બધી પાર્ટીઓ પરિણામોની રાહ જોઈ રહી છે. જે આજે આવી જશે. આ પરિણામ માટે દેશની દરેક રાજનીતિક પાર્ટી અને દરેક નેતા તનતોડ મહેનત કરીને ચૂંટણી પ્રચારમાં લાગ્યા હતા. એવામાં ચૂંટણી પ્રચારના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હાલમાં એવા જ ચૂંટણી પ્રચાર દરમિયાનનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેજસ્વી યાદવ પોતાના ફેન્સ વચ્ચે ઘેરાયેલા નજરે પડી રહ્યા છે.

આ દરમિયાન એક મહિલાએ તેજસ્વી યાદવ પાસે જે કંઇક ડિમાન્ડ કરી, એ સાંભળીને લોકોનું હસવાનું ઓછું થઈ રહ્યું નથી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તેજસ્વી યાદવ જેવા જ પોતાના ચૂંટણી પ્રચારનું ભાષણ પૂરું કરીને ત્યાંથી પ્રસ્થાન કરવા માટે પોતાની ગાડી તરફ વધે છે, એવા જ તેમના ફેન્સની ભીડમાંથી એક મહિલા તેમને અવાજ લગાવે છે અને પછી મહિલા તેમને કંઈક આપતા સંભળાઇ રહી છે. પછી મહિલા તેજસ્વી યાદવને જીત માટે આશીર્વાદ આપે છે અને પછી તેજસ્વી યાદવ પાસે તે એક કિસ માગે છે.

એ સાંભળીને તેજસ્વી યાદવ શરમથી લાલ થઈ જાય છે. ત્યારબાદ તેજસ્વી યાદવ સાથે આવેલા લોકો મહિલાને કહે છે તો તમે તેમના હાથોને ચુંબન કરી લો. ત્યારે મહિલા તેના હાથો પર ચુંબન કરે છે અને પછી તેમની પાસે 1000 રૂપિયાની ડિમાન્ડ કરી દે છે. એ સાંભળીને તેજસ્વી યાદવ હસે છે અને ત્યાંથી જતા રહે છે. આ વાયરલ થઈ રહેલા વીડિયોને સોશિયલ મીડિયા પર @Bihar_Notification_wala નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.

વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે અને 78 હજાર કરતા વધુ લોકોએ લાઇક કર્યો છે. તો તમામ લોકો આ વીડિયો પર મજેદાર કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, ધોળા દિવસે દાદી પેન્શન માગી રહ્યા છે. બીજા યુઝરે લખ્યું કે, ભીખ માગવાની રીત થોડી કેઝ્યૂઅલ છે. ત્રીજા યુઝરે લખ્યું કે, ‘આ કોઈ વૃદ્ધ મહિલા છે જે અપાર સ્નેહ માટે બેઠી છે. તેમાં કોઈ ખોટી વાત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp