બહરામપુર બેઠક ક્રિક્રેટર યુસુફ પઠાણ જીતી શકશે?

PC: twitter.com/iamyusufpathan

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC નેતા મમતા બેનર્જિએ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિક્રેટર અને ગુજરાતના યુસુફ પઠાણને બહરામપુર લોકસભા બેઠક પરથી ટિકિટ આપીને બધાને ચોંકાવી દીધા હતા. યુસુફ પઠાણની સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરી મેદાનમાં છે.

અધીર રંજન ચૌધરી આ લોકસભા બેઠક 1999થી જીતતા આવ્યા છે. જાણકારોના કહેવા મુજબ અધીર રંજન ઘણી વખત મમતા સામે ઝેરીલા નિવેદનો આપતા રહે છે, જેને કારણે મમતાએ આ વખતે યુસુફને મેદાનમાં ઉતાર્યો છે.

બહરામપરુ લોકસભા 1952થી 1958 સુધી રિવોલ્યુશનરી સોશયલિસ્ટ પાર્ટીના ત્રિદિબ ચૌધરી જીત્યા હતા. ચૌધરી 7 વખત આ બેઠક પરથી સાસંદ રહ્યા હતા. 1999 પછી અધીર રંજનના હાથમાં આ બેઠક છે.

આ બેઠક પર 7 વિધાનસભા આવે છે, જેમાં 6 પર TMCનો કબ્જો છે અને 1 બેઠક કોંગ્રેસ જીતેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp