પોરબંદરમાં મનસુખ માંડવિયાની બેઠક ફસાઈ શકે છે?રાદડિયા-મોઢવાડિયા પરિબળ શું છે,સમજો

PC: indianexpress.com

BJPએ ગુજરાતની પોરબંદર બેઠક પરથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા છે. મનસુખ માંડવિયાની જીતમાં રાદડિયા-મોઢવાડિયા ફેક્ટર મહત્ત્વનું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. માંડવિયા અગાઉ તેમના હોમ ટાઉન ભાવનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. તેઓ એક વખત ભાવનગરની પાલિતાણા બેઠક પરથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીએ કોળી સમાજમાંથી આવતા ઉમેશ મકવાણાને પોતાનો ઉમેદવાર બનાવ્યા પછી પાર્ટીએ તેમને પોરબંદર બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, મનસુખ માંડવિયાએ પોતાનું કદ જાળવી રાખવા માટે માત્ર જીત નહીં પણ મોટી જીત હાંસલ કરવી પડશે.

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, પોરબંદર ઉપરાંત અમરેલી અને રાજકોટ બેઠકનો પણ માંડવિયા પાસે વિકલ્પ હતો, પરંતુ અમરેલીમાં સ્થાનિકને તક આપવાના કારણે અને રાજકોટમાં રૂપાલાને ટિકિટ મળવાના કારણે માંડવીયાને પોરબંદરમાંથી લડવું પડ્યું હતું. તાજેતરમાં કોંગ્રેસ છોડી BJPમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાની એન્ટ્રીને પણ ચૂંટણી કનેક્શન સાથે જોડવામાં આવી રહી છે. રાજકીય વર્તુળોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, પેટાચૂંટણીમાં તેમની જીતની સાથે માંડવિયાની જીતમાં મોઢવાડિયાનો પણ ફાળો હતો. જો BJPને મહેર સમાજના મતો મળશે તો માંડવિયાનો માર્ગ સરળ નહીં, પરંતુ તેઓ ઈચ્છિત માર્જિનથી જીતી પણ શકે છે. પોરબંદરમાં બહારના વ્યક્તિના ટેગનો સામનો કરી રહેલા માંડવિયા માટે પણ રાદડિયા પરિબળ મહત્ત્વનું માનવામાં આવે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં BJPએ આ સીટ પર 2.29 લાખ મતોથી જીત મેળવી હતી.

પોરબંદર બેઠકનું જ્ઞાતિ સમીકરણઃ

લોકસભા મતવિસ્તારમાં સૌથી વધુ મત લેઉવા પટેલ સમાજના છે, બીજા ક્રમે મહેર સમાજની વસ્તી છે, જે નિર્ણાયક સાબિત થાય એમ છે, ત્રીજા ક્રમે કોળી અને લુહાણા સમાજની વસ્તી છે, માંડવીયા પર બહારના ઉમ્મેદવાર હોવાનો ટેગ છે. સ્થાનિક નેતાઓનો ટેકો જરૂરી છે.

પોરબંદર લોકસભા બેઠક એવી છે કે, જ્યાં BJPનું સંપૂર્ણ શાસન રહ્યું નથી. આ બેઠક પરથી કોંગ્રેસના નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ 2009માં BJPને હરાવ્યા હતા. જોકે ત્યાર પછી તેઓ BJPમાં જોડાયા હતા. રાદડિયા આ બેઠક પર સતત ત્રણ વખત જીત્યા હતા. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, સ્વ.વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા માંગતા હતા. ગુજરાતમાં જ્યારે તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં ન આવ્યા ત્યારે એવી ચર્ચા સામે આવી હતી કે, પાર્ટી તેમને લોકસભાની ચૂંટણીમાં લડાવી શકે છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે, ન તો તેમને મંત્રી પદ મળ્યું અને ન તો લોકસભા ચૂંટણી લડવાની તક મળી. આવી સ્થિતિમાં શું જયેશ રાદડિયા નારાજગી તો નહીં બતાવે? પોરબંદર બેઠક પર રાદડિયા પરિવારનો ખાસ્સો દબદબો છે.

મીડિયા સૂત્રોનું કહેવું છે કે, મનસુખ માંડવિયા ભાવનગરના રહેવાસી છે એ વાત સાચી, પરંતુ એવું કહેવામાં આવે છે કે, પોરબંદરના આ રાજકીય દંગલમાં તેઓ ફસાઈ ગયા છે. એ કહેવું ઉતાવળ હશે. કોંગ્રેસે હજુ સુધી પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. સૂત્ર કહે છે કે, માંડવિયાને ચૂંટણી જીતવાનો પડકાર નથી. તેમની સામે મોટો માર્જિન જાળવી રાખવાનો પડકાર રહેશે. પરબંદર લોકસભામાં રાજકોટની ત્રણ, રાજકોટની બે અને જૂનાગઢની બે બેઠકો છે. કોંગ્રેસ પાસે સાતમાંથી બે બેઠકો હતી, પરંતુ પોરબંદરમાંથી જીતેલા અર્જુન મોઢવાડિયા અને માણાવદરમાંથી જીતેલા અરવિંદ લાડાણીએ કોંગ્રેસ છોડી દીધી છે. આવી સ્થિતિમાં BJPની સ્થિતિ વધુ મજબૂત બની છે. પોરબંદરની કુતિયાણા બેઠક સમાજવાદી પાર્ટી પાસે છે, પરંતુ ગુજરાતના લેડી ડોન સંતોખ બેન જાડેજાના પુત્ર કાંધલ જાડેજા કોંગ્રેસને મદદ કરે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp