નોટોના બંડલોથી ભરેલો 'છોટા હાથી' ગાડી પલટી મારી ગઈ, 7 કરોડ રસ્તા પર વેરવિખેર થયા

PC: navbharattimes.indiatimes.com

દેશમાં લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કા પૂર્ણ થયા છે. હવે ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થવાનું છે. જ્યારે, આંધ્રપ્રદેશમાં 13મી મેના રોજ વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન થવાનું છે. દરમિયાન ચૂંટણી પંચની સાથે પોલીસ પ્રશાસન પણ કડક તપાસ કરી રહ્યું છે.

આંધ્રપ્રદેશમાં શનિવારે ફરી એકવાર મોટી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી છે. આ પહેલા શુક્રવારે પણ NTR જિલ્લામાં 8 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. તાજેતરનો મામલો રાજ્યના પૂર્વ ગોદાવરી જિલ્લાનો છે, જ્યાં શનિવારે કાર્ડબોર્ડ બોક્સમાં છુપાવીને 7 કરોડ રૂપિયા લઈ જવામાં આવતા હતા. હકીકતમાં, નલ્લાજરલા મંડલના અનંતપલ્લીમાં એક Tata Ace વાહન એક લારી સાથે અથડાઈને પલટી ગયું અને ત્યાંથી આ રહસ્ય બહાર આવ્યું.

સ્થાનિક લોકોએ જોયું કે, તે વાહનમાં બોરીઓ વચ્ચે રોકડના 7 કાર્ડબોર્ડ બોક્સ લઈ જવામાં આવતા હતા અને પોલીસને જાણ કરી હતી. જપ્ત કરાયેલી રકમ લગભગ 7 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઘટના ત્યારે બની જ્યારે ગાડી વિજયવાડાથી વિશાખાપટ્ટનમ તરફ જઈ રહી હતી. અકસ્માત થયેલ વાહન Tata Aceના ચાલકને ઈજાઓ પહોંચી છે અને તેને સારવાર માટે ગોપાલપુરમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ પહેલા શુક્રવારે પણ આંધ્રપ્રદેશના NTR જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી હતી. અહીં ચેકિંગ દરમિયાન, પોલીસે પાઈપોથી ભરેલી ટ્રકમાંથી આશરે રૂ. 8 કરોડની રોકડ જપ્ત કરી હતી. પોલીસે ટ્રક અને પૈસા કબજે કરવા સાથે તેમાં મુસાફરી કરી રહેલા બે લોકોને પણ કસ્ટડીમાં લીધા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, નોટનો જથ્થો NTR જિલ્લામાં ગરિકાપાડુ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન પકડવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાઈપોથી ભરેલી ટ્રકમાં પૈસા એક અલગ કેબિનની અંદર રાખવામાં આવ્યા હતા. જગગૈયાપેટ સર્કલ ઈન્સ્પેક્ટર ચંદ્ર શેખરે ઘટનાની પુષ્ટિ કરી છે. આ જથ્થો હૈદરાબાદથી ગુંટુર લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, તેઓ આ રકમ જિલ્લા તપાસ ટીમોને સોંપશે અને ચૂંટણી પંચના અધિકારીઓ અને ફ્લાઈંગ સ્કવોડ ટીમ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આંધ્ર પ્રદેશમાં, 25 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થશે, જે ચોથા તબક્કા (મે 13)માં યોજાશે, જેમાં અરાકુ, શ્રીકાકુલમ, વિજયનગરમ, વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લી, કાકીનાડા, અમલાપુરમ, રાજમુન્દ્રી, નરસાપુરમ, એલુરુ, મછલીપટ્ટનમ, વિજયવાડા, ગુંટુર, નરસારાવપેટ, બાપટલા, ઓંગોલ, નાંદયાલ, કર્નૂલુ, અનંતપુર, હિન્દુપુર, કુડ્ડાપાહ, નેલ્લોર, તિરુપતિ (આરક્ષિત), રાજમપેટ અને ચિત્તૂરની બેઠકોનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp