'અંતે મારો ગુનો શું હતો? શું હું..', ટિકિટ કપાયા બાદ છલકાયું BJP સાંસદનું દુઃખ

PC: indiatoday.in

લોકસભાની ચૂંટણી અગાઉ ભારતીય જનતા પાર્ટી (BJP) 195 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે. આ લિસ્ટમાં રાજસ્થાનની 15 સીટો સામેલ છે. આ વખત ભાજપે રાજસ્થાનની ચૂરૂ સીટથી હાલના સાંસદ રાહુલ કસ્વાંની ટિકિટ કાપી દીધી છે. તેમની જગ્યાએ પેરાલમ્પિકમાં 2 વખત ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડી દેવેન્દ્ર ઝાઝરિયાને ટિકિટ આપવામાં આવી છે. ભાજપમાં આ પગલાં બાદ રાહુલ કસ્વાંએ પોતાનું દર્દ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યું છે.

રાહુલ કસ્વાંએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'શું હું ઈમાનદાર નહોતો? શું હું મહેનતુ નહોતો? શું હું નિષ્ઠાવાન નહોતો? શું હું ડાઘદાર હતો? શું મેં ચૂરુ લોકસભામાં કામ કરવામાં કોઈ કમી છોડી દીધી હટી? માનનીય વડાપ્રધાનજીની બધી યોજનાઓ માટે ક્રિયાન્વયમાં, હું સૌથી આગળ હતો. બીજું શું જોઈતું હતું? જ્યારે પણ આ પ્રશ્ન મેં પૂછ્યો, બધા નિરુત્તર અને નિઃશબ્દ રહ્યા. કોઈ તેનો જવાબ આપી શકતું નથી. કદાચ મારા જ પોતિકા મને કંઇ બતાવી શકે.' રાહુલ કસ્વાંની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અત્યાર સુધી 2 હજાર લોકો તેની પોસ્ટને શેર કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં ભાજપે 25માંથી 15 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ લિસ્ટમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના સંસદ પુત્ર દુષ્યંત સિંહને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. દુષ્યંત સિંહ ઝાલાવાડ-બારાં સીટથી જ ચૂંટણી લડશે. તેઓ પહેલા જ આ સીટથી સાંસદ છે. કોંગ્રેસમાંથી પક્ષ પલ્ટો કરીને આવેલા 2 નેતાઓને પણ ટિકિટ આપવામાં આવી છે. મહેન્દ્રજીત માલવીય અને જ્યોતિ મિર્ધા કોંગ્રેસ છોડીને આવ્યા હતા, જેમને ક્રમશઃ બાંસવાડા અને નાગૌરથી ટિકિટ આપવામાં આવી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા કોટાથી જ ચૂંટણી લડવા જઇ રહ્યા છે.

રાજસ્થાનમાં એક ટ્રેન્ડ જોવા મળ્યો કે, પાર્ટીએ તમામ વિવાદિત ચહેરાઓથી દૂરી બનાવી લીધી છે. રંજીતા કોળી ભરતપુરથી સાંસદ હતા, પરંતુ પાર્ટીએ તેમની ટિકિટ કાપી દીધી. રાહુલ કસ્વાંની જગ્યાએ દેવેન્દ્ર ઝાઝરિયાને ટિકિટ આપવામાં આવી છે, જે રાજનીતિમાં પોતાની એન્ટ્રી કરી રહ્યા છે. રાજસ્થાનમાં પાર્ટીએ જીતાડે તેવા ઉમેદવારો પર ભરોસો કર્યો છે અને આ જ કારણ છે કે કોંગ્રેસમાંથી આવેલા 2 નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. તો પહેલી લિસ્ટમાં પાર્ટીએ જીતાડનાર ઉમેદવારો પર ફોકસ કર્યું છે.

ભાજપે પોતાની પહેલી લિસ્ટમાં રાજસ્થાનથી આવતા 4 કેન્દ્રીય મંત્રીઓને પણ ટિકિટ આપી છે. તેમાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલ, બિકાનેરથી ચૂંટણી લડશે. એ સિવાય કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જોધપુર અને કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીને બાડમેરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ અલવર સીટથી ચૂંટણી લડશે. તેમને રાજ્યસભાના માર્ગે કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp