દેશમાં આચાર સંહિતા લાગૂ, ચૂંટણી પંચ પાસે આ સત્તા હશે

PC: indiatoday.in

18મી લોકસભાની ચૂંટણી માટે 16 માર્ચ 2024ને શનિવારના દિવસથી આચાર સંહિતા લાગૂ પડી ગઇ છે. મતલબ કે દેશમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે જુદા જુદા સરકારી ડિપાર્ટમેન્ટ કોઇ પણ નવો નિર્ણય નહીં લઇ શકે. ચૂંટણી પુરી થાય ત્યાં સુધી સંપૂર્ણ સત્તા ભારતના ચૂંટણી પંચ પાસે રહેશે. ઉમેદવારો સરકારી કાર કે સરકારી વિમાનોનો ઉપયોગ પણ નહીં કરી શકે.

એક ઉદાહરણ તરીકે સમજીએ કે પોલીસોની બદલી કરવાની સત્તા રાજ્ય ગૃહ મંત્રી, કેન્દ્રીય ગૃહ મંત્રી અથવા મુખ્યમંત્રી પાસે હોય છે, પરંતુ આચાર સંહિતા લાગૂ થયા પછી પોલીસની બદલી ગૃહ મંત્રી કે મુખ્યમંત્રી કરી શકે નહીં. ચૂંટણી પંચને બદલી કરવાની સત્તા રહેશે. જો કોઇ પોલીસ અધિકારી ચૂંટણી પંચના નિયમ મુજબ કામ ન કરે તો સસ્પેન્ડ કરવાનો અધિકાર પણ ચૂંટણી પંચને છે.

કેન્દ્ર સરકાર કેબિનેટને બેઠક પણ કરી શકે નહીં. ટુંકમાં દેશની સત્તા ચૂંટણીના પરિણામો જાહેર થાય ત્યાં સુધી ચૂંટણી પંચ પાસે રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp