સંજય નિરુપમ પર કોંગ્રેસની કાર્યવાહી, પાર્ટીમાંથી હાંકી કાઢવાનો પ્રસ્તાવ પસાર

PC: hindi.news18.com

લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસે પાર્ટીના બળવાખોર નેતા સંજય નિરુપમને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો ઠરાવ પસાર કર્યો છે. આ સાથે કોંગ્રેસે સંજયને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી પણ હટાવી દીધા છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે અને નિર્ણય દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડે લેવાનો છે. દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, અમે સંજય નિરુપમને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હટાવી દીધા છે. હવે આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી માટે દિલ્હીમાં કોંગ્રેસના ટોચના નેતૃત્વને મોકલવામાં આવ્યો છે. પાર્ટીની શિસ્ત સમિતિ આ અંગે અંતિમ નિર્ણય લેશે.

કોંગ્રેસના નેતા સંજય નિરુપમ અંગે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, તેમનું નામ સ્ટાર પ્રચારકોમાં હતું, જે રદ કરવામાં આવ્યું છે. તેઓ જે પ્રકારનું નિવેદન આપી રહ્યા છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

 

અહીં તમને જણાવી દઈએ કે, સંજય નિરુપમ મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ શિવસેના UBTએ અમોલ કીર્તિકરને અહીંથી પોતાનો ઉમેદવાર બનાવ્યો, જેનાથી નિરુપમ નારાજ થઈ ગયા. નિરુપમે અગાઉ પણ બેઠકોની વહેંચણીમાં કોંગ્રેસનું વર્ચસ્વ રાખવા માટે શિવસેના UBTની ટીકા કરી હતી.

 નાના પટોલેએ કહ્યું કે, આજે અમારી MVA મીટિંગ છે, અમે એવી સીટો પર દાવો કરીશું, જ્યાં કોંગ્રેસ જીતશે. તેમણે કહ્યું કે, યોગ્યતાના આધારે નિર્ણયો લેવા જોઈએ. સાથે જ કહ્યું કે સાંગલી, ભિવંડી અને મુંબઈની બેઠકો અંગેનો નિર્ણય આજની બેઠકમાં થઇ જવો જોઈએ.

 

તેમણે કહ્યું કે, હું કોંગ્રેસી છું, હું તેમના (ઉદ્ધવ ઠાકરે) જેવા કઠોર શબ્દોનો ઉપયોગ કરતો નથી. હું બોલી શકું છું, પણ બોલીશ નહીં. આજની બેઠકમાં અમે આ અંગે ચર્ચા કરીશું અને કઇ બેઠક પર કયા પક્ષે ચૂંટણી લડવી તેનો ઉકેલ શોધીશું. યોગ્યતાના આધારે જ આ નિર્ણય લેવો જોઈએ. અમે બધા BJP સામે લડી રહ્યા છીએ. અમે પ્રચાર પણ શરૂ કરી દીધો છે.

બીજી તરફ એવી માહિતી પણ સામે આવી રહી છે કે, નિરુપમ ગુરુવારે સવારે 11.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. માનવામાં આવે છે કે, આ દરમિયાન તેઓ કોંગ્રેસ પાર્ટી છોડવાની જાહેરાત કરી શકે છે. એવી પણ પ્રબળ શક્યતા છે કે આગામી લોકસભા ચૂંટણી પહેલા સંજય નિરુપમ CM એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથમાં જોડાઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp