'જો 400 લોકો..', દિગ્વિજય સિંહે EVMથી ચૂંટણી રોકવાનો બતાવ્યો ફોર્મ્યૂલા

PC: mptak.in

મધ્ય પ્રદેશની રાજગઢ લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે રવિવારે કહ્યું કે, તેઓ 400 લોકો પાસે નામાંકન દાખલ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી ચૂંટણી બેલેટ પેપરથી થાય. દિગ્વિજય સિંહે સુસનેરના કચનારિયા ગામમાં એક નુક્કડ સભા દરમિયાન આ વાત કહી. તેમણે લોકોને એમ પૂછ્યું કે, તેઓ શું ઈચ્છે છે, ચૂંટણી ઇલેક્ટ્રિક વોટિંગ મશીન (EVM)થી કે બેલેટ પેપરથી થાય.

બેલેટ પેપરથી ચૂંટણીના નારા લગાવી રહેલી ભીડને દિગ્વિજય સિંહે કહ્યું કે, તેના માટે (બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા) એક જ રસ્તો છે. જો 400 ઉમેદવાર નામાંકન ભરે. તેમણે કહ્યું કે, હું તેના માટે તૈયારી કરી રહ્યો છું. સામાન્ય વર્ગના ઉમેદવારને 25 હજાર રૂપિયાની જામીની રકમ જમા કરવી પડશે, જ્યારે અનામત શ્રેણીઓના લોકોએ 12 હજાર 500 રૂપિયા જમા કરવા પડશે. દિગ્વિજય સિંહે કહ્યું કે, આ પ્રકારે રાજગઢમાં બેલેટ પેપરથી ચૂંટણી થશે, જોઈએ શું થાય છે.

દરેક EVMમાં પ્રતિ મતવિસ્તાર NOTA સહિત મહત્તમ 384 ઉમેદવાર હોય શકે છે. એક બેલેટ યુનિટમાં NOTA સહિત 16 ઉમેદવાર આવી શકે છે અને 24 એવી એકાઈઓને એક સાથે નિયંત્રણ એકાઈથી જોડી શકાય છે. દિગ્વિજય સિંહ પોતાના 8 દિવસીય 'વાયદા નિભાવો યાત્રા' પદયાત્રાના પહેલા દિવસે બોલી રહ્યા હતા. દિગ્વિજય સિંહે ચૂંટણી માટે EVMના ઉપયોગનો વિરોધ કર્યો અને ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીત માટે તેની ઉપસ્થિતિઓને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે.

તો પાડોશી રાજ્ય છત્તીસગઢમાં દુર્ગના એક ભાજપના નેતાએ ચૂંટણી પંચને ચિઠ્ઠી લખીને બાધિત કરવાના પગલાં બાબતે બોલવા માટે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. ભૂપેશ બઘેલ રાજનાંદગાંવથી કોંગ્રેસના ઉમેદવાર છે. ચિઠ્ઠીમાં ભાજપના નેતાએ ભૂપેશ બઘેલ પર પાર્ટી કાર્યકર્તાઓને એમ કહેવાનો આરોપ લગાવ્યો છે કે જો 384 કરતા વધુ ઉમેદવાર એક સીટથી ચૂંટણી લડે છે તો ચૂંટણી પંચ બેલેટ પેપરના માધ્યમથી ચૂંટણી કરાવવા માટે મજબૂત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp