ભાઈને કારણે રાજકોટમાં પત્રિકા કાંડમાં કોંગ્રેસના પરેશ ધાનાણીની મુશ્કેલી વધી

PC: facebook.com/pareshdhananiofficial

લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાતનું રાજકોટ આ વખતે વિવાદોનું એપી સેન્ટર બની ગયું છે. સૌથી પહેલા ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે આપેલા નિવેદનનો વિવાદ ઉભો થયો અને હજુ ક્ષત્રિયો આંદોલન કરી રહ્યા છે. તો તાજેતરમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકાના મુદ્દે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની મુશ્કેલી વધી રહી છે.

રાજકોટમાં તાજેતરમાં જાગો લેઉવા પટેલો જાગો શિર્ષક હેઠળ પત્રિકા ફરતી કરવામાં આવી હતી. ભાજપના રાજકોટના પ્રમુખ મુકેશ પટેલે પોલીસને ફરિયાદ કરી હતી કે આ પત્રિકા સમાજમાં વૈમનસ્ય ઉભી કરનારી છે. ફરિયાદને આધારે પોલીસે 4 લેઉવા યુવકોની ધરપકડ કરી હતી.

Zee ન્યૂઝ ગુજરાતીના એક અહેવાલ મુજબ તપાસમાં પોલીસને પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીની સંડોવણી હોવાનું માલમ પડ્યું છે. પોલીસ ગમે ત્યારે શરદ ધાનાણીની ધરપકડ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp