કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછી નથી થઈ, બંગાળમાં TMC સાથે સમાધાન ન થવાથી પાર્ટી પરેશાન

PC: twitter.com

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવામાં હવે થોડો સમય જ બાકી રહ્યો છે, પરંતુ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધને હજુ સુધી તેમનું સંયુક્ત અભિયાન શરૂ કર્યું નથી. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસે UPમાં સમાજવાદી પાર્ટી અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે બેઠકો વહેંચી છે. પાર્ટીએ દિલ્હી ઉપરાંત ગુજરાત, હરિયાણા, ગોવા અને ચંદીગઢમાં પણ આમ આદમી પાર્ટી સાથે સીટ વહેંચણી અંગે સમજૂતીની જાહેરાત કરી છે, પરંતુ પાર્ટીની મુસીબતો હજુ સમાપ્ત થઈ નથી.

બંગાળમાં કોંગ્રેસ અને TMC વચ્ચે કોઈ સમજૂતી નથી. પાર્ટી ચીફ CM મમતા બેનર્જીએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે, પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. બંને પક્ષો વચ્ચે સમજૂતી ન થઈ શકવા પાછળ બેઠકોની સંખ્યા પણ મુખ્ય મુદ્દો રહ્યો છે. પાર્ટી રાજ્યમાં 10 બેઠકોની માંગ કરી રહી હતી, પરંતુ TMC બેથી વધુ બેઠકો આપવા માટે સહમત ન હતી. જેના કારણે પાર્ટીમાં બેચેની છે. જોકે પાર્ટી હજુ પણ કોઈ રસ્તો કાઢવાની આશાવાદી છે.

આ દરમિયાન બંને પક્ષોના નેતાઓ વચ્ચે વિરોધી શબ્દોમાં અનેક નિવેદનો આવ્યા છે. મામલો વધુ આગળ નહીં વધે તેવા સંકેતો મળી રહ્યા છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રમુખ અધીર રંજન ચૌધરીએ CM મમતા બેનર્જીને 'તકવાદી' ગણાવ્યા હતા. જોકે, રાહુલ ગાંધીએ પોતે અધીર રંજન ચૌધરીના નિવેદનને બેઠકોના સંકલન સાથે ન જોડવાની અપીલ કરી હતી. કોંગ્રેસ નેતૃત્વ CM બેનર્જીને વાટાઘાટના ટેબલ પર પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, રાહુલ ગાંધીએ કહ્યું કે, તૃણમૂલના વડા સામે ચૌધરીની તીક્ષ્ણ ટિપ્પણીથી 'કોઈ ફરક નહીં પડે.'

અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો છે કે, કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું જોઈએ કે નહીં તે અંગે પાર્ટીમાં મતભેદ છે. 'તેઓ મૂંઝવણમાં છે. તેઓ સત્તાવાર રીતે એવું નથી કહી રહ્યા કે, ગઠબંધન બનાવવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. પહેલી મૂંઝવણ એ છે કે, પાર્ટીનો એક વર્ગ માને છે કે, જો તેઓ INDIA જોડાણ વિના એકલા ચૂંટણી લડશે તો પશ્ચિમ બંગાળની લઘુમતી તેમની વિરુદ્ધ મતદાન કરશે. TMCનો એક વર્ગ ઈચ્છે છે કે, ગઠબંધન ચાલુ રહે. બીજો વર્ગ બીજી મૂંઝવણમાં છે કે, જો બંગાળમાં ગઠબંધનને વધુ મહત્વ આપવામાં આવશે, તો મોદી સરકાર તેમની સામે ED, અને CBIનો ઉપયોગ કરશે. આ બે મૂંઝવણોને કારણે, TMC કોઈ સ્પષ્ટ નિર્ણય લઈ શકી નથી.'

મતભેદોને કારણે CM મમતા બેનર્જીએ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લીધો ન હતો. કોંગ્રેસે અગાઉ જાહેરાત કરી હતી કે, INDIA જૂથના પક્ષો કોંગ્રેસની ન્યાય યાત્રામાં ભાગ લેશે. બિહારમાં RJD નેતા તેજસ્વી યાદવ અને UPમાં SP નેતા અખિલેશ યાદવ રાહુલની ન્યાય યાત્રામાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp