ક્ષત્રિય સમાજનો વિરોધ છતા ભાજપે રૂપાલાને કેમ ન હટાવ્યા?

PC: rediff.com

રૂપાલાના નિવેદન પછી ક્ષત્રિય સમાજે જે આંદોલન શરૂ કરેલું છે તેને લગભગ 40 દિવસ થઇ ગયા, પરંતુ ભાજપે રૂપાલાને રાજકોટની બેઠક પરથી હટાવ્યા નથી. ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ છે કે, સમાજના આંદોલન છતા ભાજપ રૂપાલાની સાથે કેમ મજબુતાઇથી ઉભી છે?

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, રાજકોટમાં ક્ષત્રિય સમાજના આંદોલન પછી ભાજપે ગેર ક્ષત્રિય સમાજના લોકોને એકજૂટ કરી લીધા છે. ભાજપ એટલા માટે નચિંત છે કારણકે તેમને ખબર છે કે, ક્ષત્રિય સમાજ ચૂંટણીનું પરિણામ નહીં બદલી શકે, હા, ભાજપના વોટ શેરમાં ગાબડાં પાડી શકે, પરંતુ હારનું કારણ ન બની શકે. બીજું કે ક્ષત્રિય સમાજને સૌથી મોટા સમાજ કોળી અને ઠાકોરનું સમર્થન મળ્યું નથી.

ગુજરાતની કોઇ પણ લોકસભા બેઠક એવી નથી, જ્યાં ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp