PM મોદી પર 6 વર્ષ પ્રતિબંધની માગ કરતી અરજી ફગાવી,HCએ કહ્યું- ECને આદેશ ન આપી શકે

PC: jansatta.com

દિલ્હી હાઈકોર્ટે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરીને PM નરેન્દ્ર મોદીને છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. અરજીકર્તાએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે PM મોદી પર આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. એડવોકેટ આનંદ S જોંધલે દ્વારા દાખલ કરાયેલી અરજીમાં PM મોદીને છ વર્ષના સમયગાળા માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી હતી.

જસ્ટિસ સચિન દત્તાની સિંગલ બેન્ચે કહ્યું કે, અરજદારે 'પહેલેથી જ સ્વીકાર્યું છે' કે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું છે. સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને કોઈ પણ ફરિયાદ પર વિશેષ વલણ અપનાવવા માટે નિર્દેશ બહાર પાડી શકે નહીં. કોર્ટે કહ્યું કે, અરજદાર પહેલાથી જ ચૂંટણી પંચનો સંપર્ક કરી ચૂક્યો છે અને ચૂંટણી પંચ તેની ફરિયાદ પર સ્વતંત્ર રીતે વિચાર કરી શકે છે. ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા એડવોકેટ સિદ્ધાંત કુમાર દ્વારા આપવામાં આવેલી દલીલમાં કહેવામાં આવ્યું છે કે, ફરિયાદની નોંધ લઈને કાર્યવાહી કરવામાં આવશે અને આ અંગે જરૂરી આદેશો પસાર કરવામાં આવશે.

આનંદે પોતાની અરજીમાં કહ્યું હતું કે PM મોદીએ 6 એપ્રિલે ઉત્તર પ્રદેશના પીલભીતમાં ચૂંટણી રેલી દરમિયાન હિન્દુ દેવી-દેવતાઓ અને શીખ ગુરુઓનો ઉલ્લેખ કર્યો હતો. પીલભીતથી BJPના ઉમેદવાર જિતિન પ્રસાદના સમર્થનમાં રેલી દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે, 'તેમણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણને નકારીને રામ લલ્લાનું અપમાન કર્યું છે. તેમની પાર્ટીના જે લોકો ફંક્શનમાં આવ્યા હતા તેમને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. INDIA બ્લોકમાં સમાવિષ્ટ પક્ષો હંમેશા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને નફરત કરે છે.'

તેમણે વધુમાં કહ્યું કે INDIAના જૂથે 'શક્તિ'નો નાશ કરવાનો નિર્ણય લીધો છે. રાહુલ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું હતું કે, 'કોંગ્રેસે તે શક્તિનું અપમાન કર્યું છે, જેની આજે સમગ્ર દેશમાં પૂજા કરવામાં આવી રહી છે. શક્તિનો ઉપાસક કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે.' હકીકતમાં, ભારત જોડો ન્યાય યાત્રાના સમાપન પ્રસંગે કોંગ્રેસે 17 માર્ચ 2024ના રોજ મુંબઈના શિવાજી પાર્કમાં રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'હિંદુ ધર્મમાં શક્તિ શબ્દ છે. અમે શક્તિ (BJP) સાથે લડી રહ્યા છીએ, અમે એક શક્તિ સાથે લડી રહ્યા છીએ. હવે પ્રશ્ન એ થાય છે કે એ શક્તિ શું છે? જેમ કે અહીં કોઈએ કહ્યું, રાજાનો આત્મા EVMમાં છે. બરાબર છે, બરાબર છે. રાજાનો આત્મા EVMમાં છે. તે ભારતની દરેક સંસ્થામાં છે. તે EDમાં છે, તે CBIમાં છે, તે આવકવેરા વિભાગ (IT)માં છે.'

એડવોકેટ આનંદ S જોંધલેએ હાઈકોર્ટમાં દાખલ કરેલી તેમની અરજીમાં કહ્યું હતું કે, 'PM નરેન્દ્ર મોદીએ પીલીભીતમાં જાહેર સભા દરમિયાન તેમના ભાષણમાં કહ્યું હતું કે, તેમણે રામ મંદિરનું નિર્માણ કરાવ્યું. PM મોદીએ એવો પણ દાવો કર્યો હતો કે, તેમણે કરતારપુર સાહિબ કોરિડોરનો વિકાસ કરાવ્યો અને લંગરમાં વપરાતી સામગ્રી પરથી GST દૂર કરાવ્યો. PM મોદીએ પોતાના ભાષણમાં પવિત્ર ગ્રંથ સાહેબને અફઘાનિસ્તાનથી સુરક્ષિત રીતે ભારતમાં લાવવાની વાત પણ કરી હતી. આમ, PM નરેન્દ્ર મોદીએ નિયમ સામાન્ય આચાર-1(1) અને (3) હેઠળ આપવામાં આવેલી સૂચનાઓના ક્લોઝ-III માં ઉલ્લેખિત આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.'

અરજદારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીએ પીલીભીતમાં તેમના ભાષણ દરમિયાન સ્પષ્ટપણે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું અને આ રીતે ભારતીય દંડ સંહિતાની કલમ 153A હેઠળ ગુનો કર્યો હતો. આના આધારે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ ગેરલાયક ઠરાવવાની જોગવાઈ છે. આનંદ S જોંધલેએ હાઈકોર્ટને PM મોદી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153A હેઠળ FIR નોંધવા અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમને 6 વર્ષ માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવા માટે ECIને નિર્દેશ આપવા જણાવ્યું છે. તાત્કાલિક અસરથી ઓર્ડર કરવાની માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp