શું કંગના રણૌતને લોકસભાની ટિકિટ આપીને ભાજપ સ્મૃતિ ઇરાનીને રીપ્લેસ કરવા માગે છે?

PC: twitter.com/smritiirani

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતને ભાજપે હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભાની ટિકિટ આપી છે. હિમાચલ પ્રદેશના 1951થી 2019ના ઇતિહાસમાં ભાજપે અત્યાર સુધી કોઇ પણ મહિલાને લોકસભાની ટિકિટ આપી નથી. મંડીથી પહેલાવીર કંગનાને ટિકિટ મળી છે.

કંગનાએ છેલ્લાં 2 વર્ષથી રાજકારણમાં આવવાનં પ્લેટફોર્મ બનાવી દીધું હતું અને તે હમેંશા ભાજપની ફેવરમાં નિવેદનો આપતી હતી. રાજકારણના જાણકારોનું કહેવું છે કે, ભાજપે કંગનાને પ્રમોટ કરી તેની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે, હવે ભાજપ સ્મૃતિ ઇરાનીને રિપ્લેસ કરીને કંગનાને આગળ લાવવા માંગે છે. સ્મૃતિ અત્યારે 48 વર્ષના છે જ્યારે કંગના 37 વર્ષની છે. સ્મૃતિ ઇરાની ટીવી સિરિયલ સાંસ ભી કભી બહુથી ઘરે ઘરોમાં ફેમસ થયા હતા. 2003માં બાજપમાં આવ્યા હતા અને 2011માં ગુજરાતથી રાજ્યસભા સાંસદ બનેલા. સ્મૃતિ એક પરિવારની વહુ તરીકે પોપ્યુલર થયા જ્યારે કંગનાનું ફેન ફોલોઇંગ યંગ સ્ટર્સ છે. અત્યારે ભાજપ યુવાઓ તરફ વધારે ધ્યાન રાખી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp