મોદી-મોદીવાળા પતિઓને ખાવાનું ન આપતા, કેજરીવાલે એમ શા માટે કહેવું પડ્યું

PC: timesnownews.com

લોકસભાની ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મહિલા વૉટર્સ પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. દિલ્હી સરકારે હાલમાં જ રજૂ કરેલા બજેટમાં મહિલાઓને મોટી ભેટ આપી છે. 18 વર્ષથી ઉપરની મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત પર મહિલાઓ સાથે વાતચીત દરમિયાન અરવિંદ કેજરીવાલે મજાકિયા અંદાજમાં એમ કહી દીધું કે, જો તમારા પતિ મોદી મોદી કરે છે, તો તેમને રાતનું ખાવાનું ન આપો. અંતે કેજરીવાલે મજાકમાં જ એમ કહ્યું કે, તેની પાછળ કોઈ ખાસ કારણ છે? આવો સમજવાનો પ્રયાસ કરીએ.

અરવિંદ કેજરીવાલે અપીલ કરી કે બધી મહિલાઓ મતદાન જરૂર કરે. તેમણે તેની સાથે જ પુરુષોને પણ AAP માટે મતદાન કરાવવા કહ્યું અને હસતા તેની રીત પણ બતાવી દીધી. કેજરીવાલે કહ્યું કે, પોતાના ઘરના બધા પુરુષોને પણ વોટ નંખાવવાના છે. ઘણા પુરુષ મોદી મોદી કરી રહ્યા છે. તેમના મગજને તમે જ સારું કરી શકો છો. જો તમારો પતિ કહે મોદી, તો કહેજો સાંજનું ખાવાનું નહીં મળે. પોતાના માથાના સોગંધ ખવડાવી દેજો બધાને. કહેજો મારા માથાના સોગંધ છે. પત્નીની વાત તો માનવી જ પડશે પતિએ. પોતાના માથાના સોગંધ ખવડાવી દો, જરૂર માનવી પડશે.

બધી માતાઓ પોતાના દીકરાઓને સોગંધ ખવડાવશે કે આ વખત કેજરીવાલને વોટ આપવાના છે. બધી બહેનો પોતાના ભાઈ અને પિતાને સોગંધ ખવડાવશે. દિલ્હી વિધાનસભા માટે સતત 2 ચૂંટણીમાં પ્રચંડ વોટ અને સતત ત્રીજી વખત સરકાર બનાવી ચૂકેલી AAP પોતાના ગઢમાંથી એક પણ સાંસદ લોકસભામાં મોકલી શકી નથી. વર્ષ 2014 અને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને એક પણ સીટ પર જીત મળી નહોતી. આ જ કારણ છે પાર્ટી આ વખત કોઈ કસર છોડવા માગતી નથી.  ભાજપ સામે સામનો કરવા માટે કેજરીવાલે આ વખત કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને 4 સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે.

'સંસદ મૈં ભી કેજરીવાલ, તો હોગી દિલ્હી ઔર ખુશહાલ'નો નારો આપવામાં આવ્યો છે. કેજરીવાલ એમ કહીને દિલ્હીના લોકો પાસે વોટ માગી રહ્યા છે કે જો દિલ્હીના સાતેય સાંસદ INDIA ગઠબંધનના થઈ ગયા તો પછી દિલ્હીના લોકોના કામ કેન્દ્ર સરકાર નહીં રોકી શકે. આમ તો છેલ્લા કેટલીક ચૂંટણીઓમાં ભાજપની સફળતામાં મહિલાઓનું યોગદાન પુરુષોની તુલનામાં વધુ જોવા મળ્યું છે. જો કે, દિલ્હીની વાત કરીએ તો તસવીર થોડી અલગ સામે આવે છે.

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી બાદ એક્સિસ માય ઈન્ડિયા તરફથી કરવામાં આવેલા પોલ સર્વે મુજબ, દિલ્હીમાં મહિલાઓની તુલનામાં પુરૂષોએ ભાજપના હકમાં વધુ મતદાન કર્યું. તો AAPને પુરુષોની તુલનામાં મહિલાઓએ વધુ વોટ આપ્યા. સર્વે મુજબ, ભાજપને 60 ટકા પુરૂષોએ વોટ આપ્યા, તો 54 ટકા મહિલા મતદાતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વોટ કર્યા. AAPને જ્યાં 22 ટકા મહિલાઓએ પસંદ કરી તો કેજરીવાલ માટે 14 ટકા પુરૂષોએ મતદાન કર્યું. કોંગ્રેસને 24 ટકા પુરુષો અને 22 ટકા મહિલાઓએ વોટ આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp