ત્રીજા તબક્કાની 93 બેઠક પર 61% મતદાન, સૌથી ઓછું મહારાષ્ટ્રમાં અને સૌથી વધુ...

PC: Khabarchhe.com

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાની આજે 93 બેઠક પર મતદાન થયું હતું.10 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠક પર મતદાન પૂર્ણ થયું છે.  ચૂંટણી પંચના આંકડા મુજબ સાંજે 5 વાગ્યા સુધીમાં 61% મતદાન થયું છે. સૌથી વધુ મતદાન આસામમાં 75.01 ટકા થયું છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં  73.93% થયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં 53.95% થયું છે. આ સિવાય બિહારમાં 56.01%, છત્તીસગઢમાં 66.94%, દાદરા અને નગર-હવેલીમાં 65.23%, ગોવામાં 75.52%, કર્ણાટકમાં 66.71%, મધ્ય પ્રદેશમાં 62.71%, ઉત્તર પ્રદેશમાં 57.03% મતદાન નોંધાયું છે. 

અગાઉ 19મી એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠક પર અને 26મી એપ્રિલે બીજા તબક્કામાં 88 બેઠક પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કાની 93 બેઠકનો સમાવેશ થતા 283 બેઠક પર દેશમાં મતદાન પૂરું થઈ ગયું છે.

6.15 સુધીનું અપડેટ...

06:12 PM - 5 વાગ્યા સુધીમાં વલસાડમાં સૌથી વધુ 68.12 ટકા મતદાન અને અમરેલીમાં સૌથી ઓછું 45.59 ટકા મતદાન

05:26 PM - દાદા ભગવાન પરિવારના દિપકભાઈ દેસાઈ અડાલજ ખાતે મતદાન કરી લોકશાહીનાં પર્વમાં સહભાગી થયા

04:14 PM - અમરેલીમાં 3 વાગ્યા સુધીમાં 37.85 ટકા મતદાન, સૌથી ઓછું ધારીમાં 33.46 ટકા મતદાન થયું

03:53 PM - ચૈતર વસાવાના વિધાનસભા મત વિસ્તાર ડેડીયાપાડામાં સૌથી વધુ 68 ટકા મતદાન નોંધાયું

02:51 PM - બપોરે 1 વાગ્યા સુધીમાં ત્રીજા તબક્કાની 93 સીટ પર સરેરાશ 39.92% મતદાન નોંધાયું

02:06 PM - કોંગ્રેસની ચૂંટણી પંચમાં મણિનગરના 2 બૂથમાં ગેરરીતિની ફરિયાદ

02:03 PM - મનસુખ માંડવીયાએ મત આપ્યા બાદ કહ્યું હતું કે ગુજરાતમાં 26એ 26 બેઠક પર ભાજપનો વિજય થશે

01:39 PM - 1 વાગ્યા સુધીમાં 37.83 ટકા મતદાન નોંધાયું, સૌથી વધુ બનાસકાંઠામાં 45.89 અને સૌથી ઓછું પોરંબદરમાં 30.80 ટકા મતદાન.

01:08 PM - પોરબંદર લોકસભા કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ધોરાજીમાં કર્યું મતદાન

12:50 PM - કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

12:49 PM - ગૌતમ અદાણીએ અમદાવાદમાં મતદાન કર્યું

12:32 PM - કોંગ્રેસ નેતા અને અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે ભરૂચમાં મતદાન કર્યું

12:24 PM - રાજપીપળામાં EVM ખોટવાયું, કંટ્રોલ યુનિટ બંધ થતાં મતદાતાઓ અટવાયા

12:01 PM - સવારે 11 વાગ્યા સુધીમાં બનાસકાંઠામાં સૌથી વધુ મતદાન 30.27 ટકા મતદાન

12:01 PM - ગુજરાતમાં 11 વાગ્યા સુધી સરેરાશ 24% મતદાન

11:30 AM - પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે જાડેજા થાળી વેલણ વગાડીને મતદાન કરવા પહોંચ્યા

11:12 AM - નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈને 90 ટકા વોટિંગની અપેક્ષા

11:09 AM - રાહુલ ગાંધીની મોટી સંખ્યામાં મત કરવાની અપીલ, કહ્યું- આ દેશના લોકતંત્ર અને સંવિધાનની રક્ષાની ચૂંટણી છે

11:06 AM - ઉત્તર પ્રદેશના સંભલમાં યુવક ઘોડા પર મતદાન કરવા પહોંચ્યો

11:01 AM - પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ અંકલાવમાં મતદાન કર્યું

10:58 AM - કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ પત્ની સાથે મતદાન કર્યું

10:52 AM - પરષોત્તમ રૂપાલાએ 100 ટકા મતદાન કરવાની અપીલ કરી

10:51 AM - અમદાવાદ પશ્ચિમ લોકસભાના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ અમદાવાદમાં નરોડા ખાતે મતદાન કર્યું

10:42 AM - ગૃહમંત્રી અમિત શાહનો દાવો- 9 કલાક અને 20 મિનિટે 20 ટકા મતદાન થયું

10:42 AM - ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મતદાન કર્યું

10:40 AM - સવારે 9 વાગ્યા સુધીમાં બનાસકાંઠામાં સૌથી વધુ 12.28 ટકા મતદાન અને અમદાવાદ વેસ્ટમાં સૌથી ઓછું 7.23 ટકા મતદાન

10:38 AM - UPના પૂર્વ CM અખિલેશ યાદવે પત્ની સાથે સૈફઈમાં મતદાન કર્યું

10:04 AM - હર્ષ સંઘવીએ ઢોલ નગારા સાથે મતદાન કર્યુ

09:54 AM - સવારે 9:00 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 9.83 ટકા મતદાન નોંધાયું

09:38 AM - ગેનીબેન ઠાકોર મતદાન વખતે ભાવુક થયા સાથે જ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી

09:35 AM - CM ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન

09:32 AM - અમિત શાહે નારણપુરામાં પરિવાર સાથે પરિવાર સાથે મતદાન કર્યુ

09:31 AM - સી. આર પાટીલે મતદાન કરીને મહત્તમ લોકોને મતદાન કરવાની અપીલ કરી

09:29 AM - આનંદીબહેન પટેલે શીલજમાં મતદાન કર્યુ

09:26 AM - મતદાન કર્યા બાદ PM મોદીએ કહ્યું આજે ગુજરાતમાં લોકશાહીનો પર્વ છે. સૌથી વધુ મતદાન કરો. મતદાન સામાન્ય દાન નથી સૌથી મોટું દાન છે

09:25 AM - PM મોદીએ અમદાવાદની રાણીપની નિશાંત સ્કૂલમાં મતદાન કર્યું

09:23 AM - પરશોત્તમ રૂપાલાએ અમરેલીમાં કર્યુ મતદાન

 
 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp