લોકસભા પહેલા છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલને ઝટકો, આ કેસમાં FIR

PC: twitter.com

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને કોંગ્રેસે છત્તીસગઢના રાજનાંદગામથી લોકસભા 2024ની ચૂંટણી માટે ટિકિટ આપી છે.ચૂંટણી પહેલાં બઘેલને મોટો ઝટકો મળ્યો છે.

લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ વધી ગઈ છે. મહાદેવ બેટિંગ એપ કેસમાં તેમની સામે FIR નોંધવામાં આવી છે. પોલીસે ભૂપેશ બઘેલ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું, વિશ્વાસનો ભંગ અને બનાવટ સંબધિત કલમો લગાવી છે, ઉપરાંત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને 11 સંબંધિત વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે. ભૂપેશ બઘેલ ઉપરાંત મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ સહિત અન્ય 16 લોકોના નામ FIRમાં સામેલ છે.

મહાદેવ ઓનલાઈન બેટિંગ એપનો મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે EDએ 'કેશ કુરિયર'નું ઈમેલ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનો દાવો કર્યો, જેમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને UAE સ્થિત એપ પ્રમોટર્સ પાસેથી કથિત રીતે 508 કરોડર રૂપિયા આપ્યા હોવાનો ખુલાસો થયો હતો. મહાદેવ બેટિંગ એપના માલિકની મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ધરપકડ થયેલી છે. છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી હતી અને તેના થોડા દિવસો પહેલાં જ આ સમાચાર સામે આવ્યા હતા જેને કારણે સનસનાટી મચી ગઇ હતી.

EDની કાર્યવાહી પર સવાલ ઉઠાવીને ભૂપેશ બઘેલે કહ્યું કે, એ વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે તે મહાદેવ એપનો માલિક છે. આશ્ચર્યની વાત એ છે કે મહિનાઓ સુધી તપાસ કરી રહેલી EDને આ વાત અત્યાર સુધી ખબર નહોતી અને બે દિવસ પહેલા સુધી તો ED આ વ્યક્તિને મેનેજર તરીકે બતાવતી રહી હતી. બઘેલે કહ્યું કે, છત્તીસગઢની જનતા બધું જાણી ગઇ છે. લોકો ભાજપ અને તેના સહયોગી EDને ચૂંટણીમાં કરારો જવાબ આપશે.

મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનાવવામાં આવેલી એપ છે. તેના પર યુઝર્સ પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ નામની લાઈવ ગેમ્સ રમતા હતા. એપ દ્વારા ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ જેવા સ્ર્પોટ્સ અને ચૂંટણીમાં ગેરકાયદે સટ્ટો રમાડવામાં આવતો હતો. ગેરકાયદે સટ્ટાબાજીના નેટવર્ક દ્વારા આ એપનું નેટવર્ક ઝડપથી ફેલાઈ ગયું અને સૌથી વધુ ખાતા છત્તીસગઢમાં ખોલવામાં આવ્યા. આ એપ દ્વારા છેતરપિંડી માટે આખી યોજના બનાવવામાં આવી હતી.

મહાદેવ બેટિંગ એપ ઘણી શાખાઓમાંથી ચલાવવામાં આવતી હતી. સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દરેક શાખાને ફ્રેન્ચાઈઝી તરીકે વેચતા હતા. યૂઝર્સને શરૂઆતમાં ફાયદો થતો હતો અને પછી નુકશાન થતું હતું. ફાયદાનો 80 ટકા હિસ્સો સૌરભ અને રવિ બંનેએ પોતાની પાસે રાખ્યો હતો. સટ્ટાબાજીની એપ રેકેટ એક મશીનની જેમ કામ કરે છે જેમાં એલ્ગોરિધમ નક્કી કરે છે કે જે ગ્રાહકો એપમાં તેમના પૈસા મૂકે છે તેમાંથી માત્ર 30 ટકા જ જીતે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp