AAPના MLA, બસપામાંથી MPની ચૂંટણી લડી, હવે ન ઘરના ન ઘાટના

PC: patrika.com

લોકસભાની ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટી (AAP) વિરુદ્ધ બળવાના સૂર અપનાવનાર અને દિલ્હી સરકારમાં પૂર્વ મંત્રી રહેલા રાજકુમાર આનંદને દિલ્હી વિધાનસભા અધ્યક્ષે વિધાનસભાની સભ્યતાથી ડિસ્ક્વાલિફાઈ કરી દીધા છે. વિધાનસભા ઓફિસ મુજબ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રહેતા રાજકુમાર આનંદે બહુજન સમાજ પાર્ટી (BSP)ની ટિકિટ પરથી નવી દિલ્હી લોકસભા ક્ષેત્રથી ચૂંટણી લડી. આ મામલે વિધાનસભાએ રાજકુમાર આનંદને જવાબ ફાઇનલ કરવા માટે 10 જૂન સુધીનો સમય આપ્યો હતો. જવાબ ન આપવા પર 11 અને 14 જૂન વિધાનસભામાં હજાર થવા કહેવામાં આવ્યું હતું.

વિધાનસભાએ રાજકુમાર આનંદને પૂછ્યું હતું કે પાર્ટી બદલીને ચૂંટણી લડવા માટે તમને ટર્મિનેટ કેમ ન કરી દેવામાં આવે? દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલ મુજબ રાજકુમાર આનંદને એન્ટિ ડિફેક્શન લૉનો સંદર્ભ આપતા ડિસ્ક્વાલિફાઈ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં સમાજ કલ્યાણ મંત્રી રાજ કુમાર આનંદનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું. ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ રાષ્ટ્રપતિને તેની ભલામણ પણ મોકલી હતી. તેને લઈને ઉપરાજ્યપાલ ઓફિસે નિવેદન જાહેર કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, 31 મેના રોજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકુમાર આનંદના રાજીનામને મંજૂર કરવાની ભલામણ ઉપરાજ્યપાલને મોકલી હતી. રાજકુમાર આનંદ વર્ષ 2020માં પહેલી વખત પટેલ નગર સીટથી ધારાસભ્ય બન્યા હતા. આ અગાઉ તેમના પત્ની વીના આનંદ પણ આ વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમની જગ્યાએ રાજકુમાર આનંદને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. બૌદ્ધ સંમેલનના એક કાર્યક્રમમાં હિન્દુ દેવી દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જ્યાં રાજેન્દ્ર પાલ ગૌતમ પણ ઉપસ્થિત હતા. ત્યારબાદ ખૂબ હોબાળો થયો અને રાજેન્દ્ર ગૌતમને કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.

દિલ્હી સરકારમાં મંત્રી રહેલા રાજકુમાર આનંદે ગત 6 મેના રોજ બહુજન સમાજ પાર્ટીમાં એન્ટ્રી લઈ લીધી હતી. સાથે જ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ નવી દિલ્હી લોકસભા સીટથી બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડશે. પૂર્વ AAP નેતાએ બહુજન સમાજ પાર્ટી જોઇન્ટ કર્યા બાદ કહ્યું હતું કે, હું પોતાની પાર્ટીમાં પરત આવી ગયો છું. રાજકુમાર આનંદે બહુજન સમાજ પાર્ટીનો હાથ પકડ્યા બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે હું બાબાસાહેબ આંબેડકારને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. મને લાગે છે કે હું પોતાની પાર્ટીમાં પરત આવી ગયો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp