બિહારમાં ભાજપ અને બીજી પાર્ટીઓ વચ્ચે સીટોનું સેટિંગ થઇ ગયું

PC: livemint.com

આ વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે અને તેને લઈને ગમે ત્યારે ચૂંટણી બ્યૂગલ ફૂંકાઈ શકે છે. બધી પાર્ટીઓ પોત પોતાની રીતે પોતાનું ચૂંટણી મેદાન તૈયાર કરી રહી છે. પાર્ટીઓ અને નેતાઓ એક-બીજા પર વાર પલટવાર કરી રહ્યા છે તો કેટલીક પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત પણ કરી રહી છે. તો કેટલીક જગ્યાએ INDIA અને NDA બંને ગઠબંધનના સહયોગી દળો સાથે સીટ શેરિંગને લઈને કોકડું ગુંચવાયું છે જેને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન એવા સમાચાર મળી રહ્યા છે બિહારમાં NDAમાં સીટ શેરિંગનો ફોર્મ્યૂલા નક્કી થઈ ગયા છે.

બિહારને લઈને NDAનો ફોર્મ્યુલા નક્કી થઈ ગયો છે. જાણકારો મુજબ ભાજપ 20-22 સીટો પર લોકસભાની ચૂંટણી લડી શકે છે. તો JDU 12-14 સીટો પર ચૂંટણી લડી શકે છે. LJPને 4 સીટો આપવા પર વાત બની છે. મીડિયા રિપોર્ટ મુજબ, ચિરાગ પાસવાન અને તેમના કાકા પશુપતિ પારસ બંનેને એડજસ્ટ કરવામાં આવશે. જ્યારે એક સીટ ઉપેન્દ્ર કુશવાહ અને એક સીટ જિતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાન આવામ મોરચા (HAM)ને આપવાની યોજના છે. બિહારમાં NDAનો મોટો ધડો છે.

તેમાં 6 પાર્ટીઓ સામેલ છે. ગત લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને JDUએ બરાબર બરાબર 17-17 સીટો પર ચૂંટણી લડી હતી. લોકસભાની ચૂંટણી બાદ નીતિશ કુમાર NDAથી અલગ થઈ ગયા હતા, પરંતુ હવે ફરી તેઓ NDAમાં વાપસી કરી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, નીતિશ કુમાર આવવા અગાઉ સુધી NDAમાં સીટોને લઈને વધારે ગુંચવણ નહોતી, પરંતુ નીતિશ કુમારની વાપસી બાદ આખું ગણિત બગડી ગયું છે. બીજી તરફ કાકા અને ભત્રીજા વચ્ચે દરારના સમાચાર સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ચિરાગ પાસવાન અને તેમના કાકા અને કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસ બંને જ હાજીપુર સીટને લઈને જિદ્દ કરી રહ્યા છે. આ અગાઉ એક ન્યૂઝ ચેનલ સાથે ખાસ વાતચીત કરતા પશુપતિ કુમાર પારસે પોતાને NDAના ઈમાનદાર સહયોગી બતાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, NDAની બિહારમાં સૌથી મોટી સહયોગી ભાજપ છે. એવામાં સીટ શેરિંગને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા જે નિર્ણય લેશે તે તેમને અને તેમની પાર્ટીને મંજૂર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp