ગુજરાતમાં આ બેઠકો પર સૌથી વધારે મતદારો અને આ બેઠક પર સૌથી ઓછા

PC: gujaratsamachar.com

ગુજરાતમાં 7 મે 2024ના દિવસે લોકસભા 2024ની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકો છે અને તેમાંથી સુરતની બેઠક બિનહરિફ જાહેર થતા હવે 25 બેઠકો પર મતદાન થવાનું છે. કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે અને તેમાંથી 19 મહિલા ઉમેદવારો છે.

ગુજરાતમાં કુલ 4.97 કરોડ મતદારો છે અને ચૂંટણી માટે 50,788 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.ગુજરાતમાં સૌથી વધારે મતદારો નવસારી બેઠક પર છે 22, 23,550 અને સૌથી ઓછા મતદારો ભરુચ બેઠક પર છે 17, 23,353

17થી 18 લાખ મતદારો ધરાવતી બેઠકોમાં ભરૂચ, અમદાવાદ ઇસ્ટ, અમરેલી, પોરબંદર, મહેસાણા, આણંદ, જુનાગઢ. 18થી 19 લાખમાં જામનગર, છોટા ઉદેપુર, વલસાડ, દાહોદ, પંચમહાલ. 19થી 20 લાખમાં ભાવનગર, કચ્છ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા. 20થી 21 લાખમાં ખેડા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ ઇસ્ટ અને બારડોલી. 21થી 22 લાખમાં રાજકોટ અને ગાંધીનગર. 22 લાખ કરતા વધારે નવસારી લોકસભા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp