ગુજરાત મોડેલ મહાન નથી, દ્રવિડિયન મોડેલને અનુસરો, કમલ હાસને રેલીમાં અપીલ કરી

PC: ndtv.com

અભિનેતા અને મક્કલ નીધી મૈયમ (MNM)ના સ્થાપક કમલ હાસને શનિવારે વિશાળ રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, દેશે તમિલનાડુના દ્રવિડ મોડલને અનુસરવું જોઈએ ગુજરાત મોડલને નહીં. તેમણે કહ્યું, 'જરા કલ્પના કરો કે, દેશભરની મહિલાઓ બસમાં મફતમાં મુસાફરી કરી શકે અને દર મહિને 1,000 રૂપિયા મેળવી શકે તો કેટલું સારું થાય.' DMKના ચેન્નાઈ દક્ષિણના ઉમેદવાર થમિઝાચી થંગાપાંડિયનના સમર્થનમાં માયલાપોરના આંબેડકર પાલમ ખાતે એક સભાને સંબોધતા, તેમણે કહ્યું કે, જો ભારત દ્રવિડિયન મોડેલને અનુસરશે તો દેશ વધુ વિકસિત થશે. તેમણે કહ્યું કે, 'એવા સમયમાં કે જ્યારે નાના વ્યવસાયો બંધ હતા, મફત બસ મુસાફરી કામ લાગી અને મહિલાઓને કામ પર જવા માટે મદદ મળી.'

MNMએ તમિલનાડુમાં શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ની ગઠબંધન ભાગીદાર છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હાસને દિવસની શરૂઆતમાં માયલાપોર મતવિસ્તારમાં DMKના દક્ષિણ ચેન્નાઈના ઉમેદવાર તમિલઝાચી થંગાપડિયન માટે પ્રચાર કર્યો હતો.

શું BJP અન્નામલાઈ દ્વારા દાવ લગાવશે કે DMK રિપીટ કરશે? જાણો કેમ આ વખતે તમિલનાડુનું પરિણામ તમને આશ્ચર્યચકિત કરી શકે છે.

DMK, જે તમિલનાડુમાં 22 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, તે આઠ પક્ષોના જોડાણનું નેતૃત્વ કરે છે, જેમાં કોંગ્રેસ (9), CPI (M) (2), CPI (2), ઈન્ડિયન મુસ્લિમ લીગ (1), વિદુથલાઈ ચિરુથાઈગલ કટચી (2), મરુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (1) અને કોંગુનાડુ મક્કલ દેસિયા કાચી (KMDK)નો સમાવેશ થાય છે. જેના ઉમેદવાર DMK પ્રતીક પર ચૂંટણી લડશે. AIADMKમાં 4 પાર્ટીઓ 34 સીટો પર ચૂંટણી લડી રહી છે. આ ગઠબંધનમાં, દેશિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ (5 બેઠકો), પુથિયા તમિલગમ અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાને એક-એક બેઠક મળી છે, પરંતુ તેમના ઉમેદવારો AIADMKના પ્રતીક પર ચૂંટણી લડશે.

હાસને મતદારોને તામિલનાડુ અને DMKને સમર્થન આપવા વિનંતી કરી અને કહ્યું કે તે 'રાષ્ટ્ર માટે' છે. 'જો મેં તેમની (DMK) પાસેથી દક્ષિણ ચેન્નાઈની આ બેઠક માંગી હોત, તો મને મળી હોત, પરંતુ હું અહીં બેઠક માટે આવ્યો નથી. હું અહીં મારી બહેન માટે વોટ માંગવા આવ્યો છું. આ પ્રતીકને ભૂલશો નહીં, તે ઉગતો સૂરજ છે, આ મતવિસ્તારમાં આપણે આપણી બહેનને જીતાડવી છે, જીત્યા પછી હું ચોક્કસ આવીશ, આ આપણા રાષ્ટ્ર માટે છે, આપણે આપણા અધિકાર માટે કામ કરવાનું છે.'

કમલ હાસને આગળ 'ગુજરાત મોડલ' પર દેશમાં શાસનના દ્રવિડિયન મોડલની હાકલ કરી હતી. 'લોકો હંમેશા એવું ન કહી શકે કે, ગુજરાત મોડલ મહાન છે, અમે આ મોડલ (દ્રવિડિયન મોડલ) પર આવ્યા છીએ, જે મહાન પણ છે. આ પછી ભારતે દ્રવિડ મોડલને અનુસરવું જોઈએ.

એકલો આપણા રથ ને ચલાવવો પૂરતો નથી, તેથી આપણે સાથે મળીને રથ ચલાવવો પડશે. કમલ હાસને કહ્યું કે, તેઓ એક વ્યક્તિને 1,000 કરોડ રૂપિયા આપી રહ્યા છે, પરંતુ અહીં તમિલનાડુમાં કરોડો લોકો માટે અમે 1,000 રૂપિયા આપી રહ્યા છીએ.' MNM ઉપરાંત, DMKના સહયોગી કોંગ્રેસ, વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK), મોટી સંખ્યામાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ) સહિત પાર્ટીના કાર્યકરોએ પણ પ્રચાર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. MNMના વડાએ કહ્યું કે, આ સહયોગી સાથીઓના ધ્વજ અહીં એટલા માટે લહેરાય છે, કારણ કે આપણે કાયમ માટે એક જ ધ્વજ ફરકાવવાની જરૂર છે, તે આપણો રાષ્ટ્રધ્વજ છે.

તમિલનાડુની તમામ 39 બેઠકો પર સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે અને અન્ય તબક્કાઓની સાથે મતોની ગણતરી 4 જૂને થશે. 2019માં, DMK રાજ્યમાં લોકસભા ચૂંટણી જીતી હતી. પાર્ટીને 23 લોકસભા બેઠકો મળી હતી. કુલ મતદાનનો હિસ્સો 33.2 ટકા હતો. તેના શાસક સાથી કોંગ્રેસે કુલ મતના 12.9 ટકા મેળવીને 8 બેઠકો જીતી હતી, જ્યારે CPIએ બે બેઠકો જીતી હતી. CPI(M) અને IUMLએ એક-એક સીટ જીતી હતી જ્યારે બાકીની બે સીટો અપક્ષ ઉમેદવારોને ગઈ હતી. દેશની 543 લોકસભા બેઠકો માટે 19 એપ્રિલથી સાત તબક્કામાં ચૂંટણી યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp