ગુજરાત મારું જન્મસ્થળ, બંગાળ મારું કાર્યસ્થળ:બહેરામપુરમાં TMC ઉમેદવાર યુસુફ પઠાણ

PC: jantaserishta.com

લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે. તેથી પૂર્વ ક્રિકેટર અને TMC ઉમેદવાર યુસુફ પઠાણે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાની બહરમપુર લોકસભા બેઠક પરથી પ્રચાર શરૂ કર્યો. તેમણે કોંગ્રેસના ગઢમાં સારી લડાઈ લડવાની તૈયારી પર પણ ભાર મૂક્યો હતો. TMC કાર્યકરોએ ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર માટે રેડ કાર્પેટ બિછાવી હતી. આ દરમિયાન યુસુફ પઠાણે કહ્યું કે, વિરોધ પક્ષો દાવો કરી રહ્યા છે કે હું બહારનો વ્યક્તિ છું. તેમણે કહ્યું કે, PM નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી આવે છે, પરંતુ તેઓ વારાણસીમાં ચૂંટણી લડે છે. તો જો હું અહીં (બંગાળ)થી ચૂંટણી લડું તો શું વાંધો છે? હું બંગાળનો બાળક છું. હું અહીં રહેવા આવ્યો છું.

પ્રચાર દરમિયાન યુસુફ પઠાણે કહ્યું કે, ભાષા કોઈ અવરોધ નથી, હું ચૂંટણીને લઈને એટલો જ ઉત્સાહિત છું, જેટલો હું મારી પ્રથમ વર્લ્ડ કપ મેચને લઈને હતો. હું બહારનો માણસ નથી. લોકોનો પ્રેમ અને તમારી કામ કરવાની ક્ષમતા તમને ગમે ત્યાંથી ચૂંટણી લડવાની અનુમતિ આપે છે. હું કામ કરીશ. મુર્શિદાબાદમાં સિલ્ક ફેક્ટરીની વૈશ્વિક પહોંચ વધારવા માટે કામ કરવાનું છે, અહીં કોઈ સ્પોર્ટ્સ એકેડમી નથી, હું અહીં સ્પોર્ટ્સ એકેડમીની સ્થાપના કરીશ. ગુજરાત મારું 'જન્મસ્થળ' છે, બંગાળ મારું 'કાર્યસ્થળ' છે.

પઠાણને કોંગ્રેસના ગઢ બહેરામપુર લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યાંથી કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી હાલમાં સાંસદ છે. જેઓ પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પણ છે. જો કે કોંગ્રેસ દ્વારા હજુ સુધી અધીર રંજન ચૌધરીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. TMC ઉમ્મેદવાર યુસુફ પઠાણે કહ્યું કે, અમે સારી લડાઈ લડવાનો પ્રયાસ કરીશું. જ્યારે પણ ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ હોય છે, ત્યારે અમને હંમેશા સારી સ્પર્ધા જોવા મળે છે.

TMCએ X પર એક પોસ્ટમાં કહ્યું કે બહેરામપુરના રસ્તાઓ ભારે ભીડથી ભરાયેલા છે. વાતાવરણ એકદમ ઉત્સાહિત છે, અમારા સાંસદ ઉમેદવાર અને પ્રતિષ્ઠિત ક્રિકેટ લિજેન્ડ યુસુફ પઠાણને આવકારવા તમામ વર્ગના લોકો એકઠા થયા હતા. તેમનું આગમન એક નવા યુગની શરૂઆત દર્શાવે છે, જ્યાં આશા અને આશાવાદ ખીલી ઉઠે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp