ગુના લોકસભા બેઠક: સિંધિયા પરિવારનો ગઢ ગણાતી આ બેઠક પર જ્યોતિરાદિત્ય લડી રહ્યા છે

મધ્ય પ્રદેશની લોકસભા બેઠક પર ભાજપે આ વખતે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ટિકિટ આપી છે. ગુના બેઠક એ સિંધિયા પરિવારનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પરથી વિજ્યારાજે સિંધિયા, માધવરાવ સિંધિયા અને જ્યોતિરાદિત્ય ચૂંટણી જીતી ચૂક્યા છે.

ગુના બેઠક પર 7 મેના દિવસે મતદાન થઇ ગયું છે અને 70 ટકા જેટલું વોટિંગ થયું. 2019ની સરખામણીએ 6 ટકા મત વધારે પડ્યા છે.

ગુના લોકસભા બેઠકમાં 8 વિધાનસભા આવે છે, જેમાંથી 4 ભાજપ જીત્યું છે અને4 કોંગ્રેસ જીતેલં છે.

આ બેઠક પર હિંદુ, મુસ્લિમ અને જૈન મતદારોની સંખ્યા વધારે છે. 76.60 ટકા મતદારો ગામડામાં વસે છે અને 23.34 ટકા મતદારો શહેરી વિસ્તારના છે.

જ્યોતિરાદિત્ય કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp