હૈદરાબાદ લોકસભા બેઠક: ઔવેસી પરિવારનો વર્ષોથી કબ્જો છે

PC: livemint.com

હૈદરાબાદ લોકસભાની બેઠક પર ઔવેસી પરિવારનો વર્ષોથી કબ્જો છે. AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઔવેસી છેલ્લાં 20 વર્ષથી આ બેઠક પર રાજ કરે છે. તેઓ 4 વખત લોકસભાની ચૂંટણી જીત્યા છે. એ પહેલાં તેમના પિતા સલાહુદ્દીન ઔવેસીએ પણ 20 વર્ષ રાજ કર્યું. ઔવેસીના પિતા 6 વખત સાંસદ બન્યા હતા.3 પેઢીઓથી કબ્જો છે.

હૈદરાબાદ બેઠક પર ભાજપે આ વખતે ડો. માધવી લતાને મેદાનમાં ઉતાર્યા છે અને આ બેઠક પર 13 મેના દિવસે મતદાન થવાનું છે. હૈદરાબાદ લોકસભામાં કુલ 7 વિધાનસભા આવે છે અને તેમાંથી 6 બેઠકો પર ઔવેસીની પાર્ટીનો કબ્જો છે. આ બેઠક પર 64.9 ટકા હિંદુ મતદારો છે, 30.1 ટકા મુસ્લિમ, 2.8 ટકા ખ્રિસ્તી, 0.3 ટકા જૈન, 0.3 ટકા શિખ અને 0. 1 ટકા બોદ્ધ મતદારો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp